બાયડમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકને અડફેટે લઈ ટ્રક ફરાર, જુઓ CCTV વીડિયો
બાયડ શહેરમાંથી પસાર થતા મોડાસા-કપડવંજ સ્ટેટ હાઈવેના ટ્રાફિકને લઈ સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે. અકસ્માતનુ પ્રમાણ વધવા સાથે વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા દરમિયાન અકસ્માતનો ભય રહે છે. મુખ્ય બજારમાંથી જ સ્ટેટ હાઈવે પસાર થતો હોવાને લઈ બાયડના લોકો પણ પરેશાન થયા છે અને અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા છે. આવી જ રીતે એક ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં એક ટ્રકે બાઈકને અડફેટે લઈને કચી નાંખ્યો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ઘટનાના વીડિયો સામે આવ્યા છે અને જેને વાયરલ થતા જ પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ જનારા ટ્રક ચાલકને પણ ઝડપી લેવા માટે તજવીજ શરુ કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
બાયડ પોલીસ દ્વારા આ મામલાની તપાસ શરુ કરી છે અને આરોપી ટ્રક ચાલકની ઓળખ કરવા માટે અન્ય સીસીટીવીની પણ મદદ લેવામાં આવી છે. અકસ્માતનો વીડિયો જોઈ શકાય છે કે, ભરચક વિસ્તારમાં પણ ટ્રક ચાલકે બેદરકારી દાખવતા બાઈકને અડફેટે લીધુ હતુ અને તેની પરવા કર્યા વિના જ ટ્રક હંકારી મુકી હતી. ઘટનામાં ઘાયલ બાઈક ચાલકને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 03, 2023 04:49 PM
Latest Videos