AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દહેજની શ્વેતાયન કેમટેક કંપનીમાં લાગી ભીષણ આગ, 3 કામદારો ઘાયલ - જુઓ Video

દહેજની શ્વેતાયન કેમટેક કંપનીમાં લાગી ભીષણ આગ, 3 કામદારો ઘાયલ – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2025 | 8:35 PM
Share

ગુજરાતના દહેજમાં આવેલી શ્વેતાયન કેમટેક લિમિટેડ કંપનીમાં ટ્રાયલ દરમિયાન થયેલા કેમિકલ રિએકશનથી ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના પર કાબૂ મેળવવા માટે 9 ફાયર ફાઈટરો દોડતા થયા હતા.

દહેજમાં શ્વેતાયન કેમટેક લિમિટેડ કંપનીમાં તાજેતરમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધી હતી. કંપનીમાં ટ્રાયલ દરમિયાન કેમિકલના રિએકશનથી આગ ફાટી નીકળી હતી અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.

આગ લાગી તે સમયે 9 ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી આવ્યા હતા. ફાયર ફાઈટરોના કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ લાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં 3 કામદારોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ સિવાય કંપનીને ધાબે ફસાયેલા એક કર્મચારીને માંડ-માંડ બચાવી લેવામાં આવ્યો હતો.

ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે આ ઘટનાની ગંભીરતા સમજતાં તાત્કાલિક તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, આ ઘટનામાં 3 કામદારોને નાની-મોટી ઇજા થઈ છે. જો કે, આ ઘટના દરમિયાન કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

 ગુજરાતમાં બનતી રોજબરોજ ની ઘટના જાણવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">