એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઉધના ઝોનના અધિકારીઓ-બેલદારો દ્વારા દારૂની પાર્ટી યોજાઈ રહી છે. દારૂની પાર્ટી કરતા ડ્રાઈવર અને બેલદારો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. વાઈરલ આ વીડિયો બે ત્રણ દિવસ જૂનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આજે વીડિયો વાઈરલ થયો છે. જ્યારે ગત રોજ દારૂ સાથેની તસવીરો વાઈરલ થઈ હતી. જેમાં રાંદેર ઝોનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ધર્મેશ ભરત પટેલ, જશંવત ઇચ્છા પટેલ અને બેલદાર ભાવેશ કિશોર પટેલને ફરજ મોફુકી હેઠળ કરાયા છે. વાઇરલ ફોટોમાં 3 લોકો જમવા બેઠા છે અને સાઇડ ઉપર દારૂની બોટલ પડી છે સાથે બે પ્લાસ્ટીકના ગ્લાસમાં દારૂના પેગ નજરે પડયા હતા.