ગુજરાત સીએમઓ કાર્યાલયમાં મોટા ફેરફાર, કરાઇ નવી નિયુક્તિઓ

ગુજરાત સીએમઓ કાર્યાલયમાં મોટા ફેરફાર, કરાઇ નવી નિયુક્તિઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:20 PM

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે મુખ્યમંત્રીનો પદભાર સંભાળી લીધો છે. જેમાં આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમની ચર્ચા વચ્ચે સીએમઓ ઓફિસમાં અધિકારીઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત(Gujarat) ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)  વિધિવત રીતે મુખ્યમંત્રીનો પદભાર સંભાળી લીધો છે. જેમાં આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમની ચર્ચા વચ્ચે સીએમઓ(CMO) ઓફિસમાં અધિકારીઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

જેમાં સીએમઓ(CMO) કાર્યાલયના નવી નિયુક્તિઓમાં અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે . જેના પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (acs to cmo)જ્યારે અવંતિકા સિંગ સેક્રેટરી ટુ સીએમમો નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ. ડી. મોડિયાને ઓફિસ ઓન ડયુટી સીએમઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. એન. એન. દવે ઓફિસ ઓન ડયુટી સીએમઓ કાર્યાલય નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે આ ફેરબદલમાં અશ્વિની કુમાર અને એમ.કે. દાસને સીએમઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.

આ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે…આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 OBC,2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે..લ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલા કરવાના નિર્ણયથી નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

Published on: Sep 15, 2021 10:55 AM
g clip-path="url(#clip0_868_265)">