ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઈંચ વરસાદ પડ્યો . જ્યારે છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં (Gujarat) સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઈંચ વરસાદ પડ્યો . જ્યારે છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગે(IMD)  ગુજરાતમાં (Gujarat) વધુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) આગાહી કરી છે.જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કર્યું છે.

સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યની વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી . આ બેઠકમાં આગામી 3 દિવસની આગાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી અને પ્રભાવિત થનારા જિલ્લાના તંત્રને સતર્ક કરવામાં આવ્યું.સાથે જ અગમચેતીના ભાગરૂપે કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ છે.

આ પણ વાંચો : Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે

આ પણ વાંચો : Income Tax : પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? પહેલા કરો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Click on your DTH Provider to Add TV9 Gujarati