AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢ હાઈવે પર થયો મોટો અકસ્માત, 7ના મોત જેમાથી 5 વિદ્યાર્થી

વેરાવળ - જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.

Breaking News : જૂનાગઢ હાઈવે પર થયો મોટો અકસ્માત, 7ના મોત જેમાથી 5 વિદ્યાર્થી
major accident in junagadh
| Updated on: Dec 09, 2024 | 9:51 AM
Share

વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા કારમાં સવાર 7 લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ 2 કાર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 7ના મોત થયા છે જેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા. જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">