Mahisagar : લુણાવાડા ધારાસભ્ય તેમજ ભાજપના અન્ય નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની ધરપકડ
અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે નીરવ હિતેષ જોશી નામના યુવાનની ધરપકડ કરી લુણાવાડા પોલીસને સોંપ્યો છે. લુણાવાડા પોલીસે આરોપીને જેલના હવાલે કરી કોર્ટમાં રજૂ કરી વધૂ તપાસ કરવા રિમાન્ડની માંગણી કરી હતી.
ગુજરાતના (Gujarat) મહીસાગરમાં(Mahisagar) લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક અને ભાજપ નેતાઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં(Social Media) કરેલી વિવાદિત પોસ્ટ કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. જેમાં લુણાવાડા નગરપાલિકામાં સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા દક્ષેશ પટેલીયાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ડિસેમ્બર 2021માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે નીરવ હિતેષ જોશી નામના યુવાનની ધરપકડ કરી લુણાવાડા પોલીસને સોંપ્યો છે. લુણાવાડા પોલીસે આરોપીને જેલના હવાલે કરી કોર્ટમાં રજૂ કરી વધૂ તપાસ કરવા રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આરોપી નીરવ જોષીએ સોશીયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય તેમજ ભાજપના મંત્રીઓ અને અન્ય નેતાઓ સામે પણ ટિપ્પણીઓ કરી હતી.
ભાજપ ધારાસભ્ય જીગ્નેશ સેવકેસ્પષ્ટતા કરી
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત થોડા સમય પૂર્વે ગુજરાતના મહિસાગરના બાકોરમાં ભાજપ નેતાઓની દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે ભાજપ ધારાસભ્ય જીગ્નેશ સેવકેસ્પષ્ટતા કરી છે. જેમાં જીગ્નેશ સેવકે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમને બદનામ કરવા માટે વિરોધીઓ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે.વાયરલ વીડિયો રાજસ્થાની કોઈ જગ્યાનો હોવાનો દાવો કર્યો..સાથે જ કહ્યું કે વીડિયોમાં દેખાતા લોકો સમાજિક સંસ્થાના કાર્યકરો છે.તેમાં કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય સભ્ય પણ નથી.
વાયરલ વીડિયોએ અંગે સાચી હકિકત લોકો સામે લાવવાની માંગ
તો બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે દારૂબંધ પર સવાલ ઉઠાવ્યાં અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં.મનીષ દોશીએ કહ્યું કે ભાજપના રાજમાં યુવકોને નશાના રવાડે ચઢાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે..સાથે જ વાયરલ વીડિયોએ અંગે સાચી હકિકત લોકો સામે લાવવાની માંગ કરી છે.
વીડિયો વાયરલ થતા ભાજપમાં હડકંપ
મહિસાગર જિલ્લાના બાકોરમાં ભાજપના નેતાઓની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. બાકોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દારૂની પાર્ટી યોજી હતી. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દારૂના નશામાં ઝૂમ્યા હતા. આ પાર્ટીમાં દારીની સાથે સંગીતની પણ મહેફિલ જામી હતી જેમાં દારૂના નશામાં સંગીતના તાલે કાર્યકરો અને નેતાઓ નાચતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. આ વીડિયો વારલ થયા બાદ પોલીસ તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ભાજપના આ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે પક્ષ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવે છે કે જોવું રહ્યું.