Gujarat News Fatafat : Gujarat : સરકારે 22 IAS અધિકારીઓની કરી બદલી, તો અનેકને મળી બઢતી

| Updated on: Jun 10, 2021 | 3:25 PM

Gujarat News Fatafat : આજે આજરોજ 9 જૂન 2021ને બુધવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.

Gujarat News Fatafat : Gujarat : સરકારે 22 IAS અધિકારીઓની કરી બદલી, તો અનેકને મળી બઢતી
ગુજરાતભરના આજરોજ 9 જૂનના સંક્ષિપ્ત સમાચાર

Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 9 જૂન 2021ને બુધવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Jun 2021 11:10 PM (IST)

    Gujarat : સરકારે 22 IAS અધિકારીઓની કરી બદલી, તો અનેકને મળી બઢતી

    ગુજરાત સરકારે 22 અધિકારીઓને પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

  • 09 Jun 2021 08:16 PM (IST)

    રાજકોટ કલેક્ટરનું જાહેરનામું, વેપાર શરૂ કરવા વેપારીઓએ બતાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ

    વેપારીઓની રાહત વચ્ચે રાજકોટ કલેકટરે જાહેરનામું બાહર પાડ્યું છે. વેપાર શરૂ કરવા માટે વેપારીઓએ કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજી વાળા, ટેક્સી ડ્રાઈવરે પણ કોરોના રિપોર્ટ કરાવવા પડશે.

  • 09 Jun 2021 06:26 PM (IST)

    Gujarat : 11થી 26 જૂન સુધી ધાર્મિક સ્થાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, હેર સલુન સહિતના એકમોને છુટછાટ, કોર કમિટીમાં લેવાયો નિર્ણય

    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલીક છુટછાટના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજયમાં તારીખ ૧૧ જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

  • 09 Jun 2021 04:59 PM (IST)

    Surat: જીમ પર કોરોનાનું ગ્રહણ, અત્યાર સુધીમાં 15%થી વધુ જીમને તાળા

    કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પ્રકોપ વરસાવ્યો છે, ત્યારે કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે,ત્યારે હાલ ઘટતાં કોરોના સંક્રમણ વચ્ચે જીમ સંચાલકોને મંજુરી ન મળતા જીમ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 09 Jun 2021 03:42 PM (IST)

    Ahmedabad : ગાર્ડન સિટીમાં થયેલા ભેદી ધડાકા અંગે ONGC - બિલ્ડર્સને 100 કરોડનો દંડ કરવા હાઈકોર્ટમાં રીટ

    કલોલના ગાર્ડન સિટીમાં, ગત 22 ડિસેમ્બરે બનેલ ભેદી ધડાકાની ઘટના અંગે, ઓએનજીસી અને  બિલ્ડર સામે રૂપિયા 100 કરોડની દંડનાત્મક કાર્યવાહી કરવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે.  હાઇકોર્ટમાં કરાયેલ જાહેર હિતની અરજીના આધારે હાઈકોર્ટે સંબધિત પક્ષકારોને નોટીસ ફટકારીને 4 સપ્તાહ પછી સુનાવણી હાથ ધરાશે.

  • 09 Jun 2021 03:26 PM (IST)

    Gandhinagar : મા અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને પરિવારદીઠ કાર્ડને બદલે, દરેક લાભાર્થી દીઠ કાર્ડ અપાશે

    ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે,   મા -અમૃતમ્ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. જ્યા સુધી નવા કાર્ડ કાઢવામાં ના આવે ત્યા સુધી જૂના પરિવાર દિઠ એક કાર્ડ પર મળતા લાભ ચાલુ રહેશે.

  • 09 Jun 2021 02:53 PM (IST)

    Ahmedabad : રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરેથી 24 જૂને યોજાશે જળયાત્રા

    ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નિકળશે કે નહી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગયા વર્ષે મંદિરના મહંતની ઈચ્છા હોવા છતા, રથયાત્રા મંદિર પરીસરની બહાર નહોતી નિકળી શકી. જો કે રથયાત્રાની અનિશ્ચિતતા વચ્ચે આગામી 24મી જૂને જળયાત્રા કાઢવામા આવશે. રથયાત્રા સંદર્ભે સરકારના પ્રતિનિધિ, ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મંદિરના ટ્રસ્ટીની બેઠક યોજાશે. જો કો મંદિર ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રા પૂર્વે યોજાતી તમામ ધાર્મિક વિધી વર્તમાન કોરોનાની ગાઈડલાઈન મુજબ સાદગીથી જ ઉજવવાનું નક્કી કર્યું છે.

  • 09 Jun 2021 02:43 PM (IST)

    Rajkot : કોરોનાની બીજી લહેર સમી ગઈ હોવાનો સંકેત, નવા કેસ માત્ર એક જ આંકડામાં

     ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરમાંથી કોરોનાના નવા કેસના આંકડા સામે આવી રહ્યાં છે, તેના પરથી કહી શકાય કે રાજ્યમાં, કોરોનાની બીજી લહેર સમી રહી છે.  એક સમયે જ્યા ત્રણ આંકડામાં કોરોનાના કેસ સામે આવતા હતા ત્યા આજે માત્ર એક જ આકડાના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના માત્ર નવ જ કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓનો રિકવર રીટે ( સાજા થવાનું પ્રમાણ ) 98.02 ટકા નોંધાયું છે. રાજકોટમાં આજદીન સુધીમાં કોરોનાના 42,413 કેસ નોંધાયા છે.

  • 09 Jun 2021 01:54 PM (IST)

    Gujarat News Fatafat: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી

    Gujarat News Fatafat: રાજ્યમાં ચોમાસાથી થઇ ગઇ છે એન્ટ્રી. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. વલસાડ સુધી મેઘસવારી પહોંચી ગઇ છે જો કે, દક્ષિણ ગુજરાતની બહાર હાલ ચોમાસું આવશે નહીં. મહત્વનું છે કે સામાન્ય કરતા 6 દિવસ પહેલા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણથી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

  • 09 Jun 2021 01:12 PM (IST)

    Gujarat News Fatafat: સુરત શહેર ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયુ, શિક્ષણ સમિતિનાં ઉમેદવાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા

    Gujarat News Fatafat: સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મૂકાય તેવો વીડિયો સામે આવ્યો છે. નવી નગર શિક્ષણ સમિતિના ઉમેદવાર એવા રાકેશ ભિખડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવ્યો છે.

    વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, નેતાજી વિદેશી બનાવટની દારૂની બોટલ અને ભરેલો ગ્લાસ તથા સિગારેટની કશ સાથે જલસો કરી રહ્યા છે. જો કે રાકેશ ભીખડીયાએ આ વીડિયોને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, રાકેશ ભિખડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

  • 09 Jun 2021 01:02 PM (IST)

    Gujarat News Fatafat: અમદાવાદ રેલવે સ્ટેશન પર બાળકને મુકી મહિલા ફરાર, CCTVમાં કેદ ઘટના

    Gujarat News Fatafat: અમદાવાદમાં ફરી એકવાર માતાની મમતા લજવાઈ છે.ઘટના અમદાવાદ રેલવે સ્ટેશન પરની છે.. જ્યાં અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજીને રફુચક્કર થઈ ગઈ જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે ચાલી રહી છે. જ્યારે બાળકી ચાઈલ્ડ લાઈન સંસ્થાને સોંપાઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અજાણી મહિલા દોઢ વર્ષની સૂતી બાળકીને અજાણ્યા પેસેન્જરના ભરોસે છોડી બાથરૂમ જવાનું કહી ત્યાંથી જતી રહી હતી.

    થોડા સમય સુધી મહિલા પરત ન ફરી. પેસેન્જરને ટ્રેનનો સમય થઈ ગયો હતો. જેથી તેણે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીને બાળકી વિશે જાણ કરી હતી અને ત્યાંથી જતા રહ્યો હતો. થોડા સમય સુધી અજાણી મહિલા પરત ન ફરતા સુરક્ષા જવાન બાળકીને GRP પોલીસ મથકે લઈ ગયો હતો. જ્યાં પોલીસે બાળકીને તરછોડી જનારી મહિલા સામે ફરિયાદ નોંધી હતી અને તેના CCTV ફૂટેજ મેળવ્યા હતા

  • 09 Jun 2021 12:58 PM (IST)

    Gujarat News Fatafat: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને વડોદરા આરોગ્ય તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી

    Gujarat News Fatafat: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને વડોદરા આરોગ્ય તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ એટેન્ડન્ટની તાલીમ શરૂ કરવામાં આવી છે

  • 09 Jun 2021 12:56 PM (IST)

    Gujarat News Fatafat: રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમના મહંતના મોત અંગે રહસ્યના વાદળો ઘેરાયા

    Gujarat News Fatafat:

    રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમના મહંતના મોત અંગે રહસ્યના વાદળો ઘેરાયા છે. રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસનું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.

    રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 09 Jun 2021 12:26 PM (IST)

    Gujarat News Fatafat: સુરતમાં જિમ સંચાલકોની હાલત કફોડી, ફિટનેસ સેન્ટર બંધ હોવાના કારણે સંચાલકોને ભારે નુકસાન

    Gujarat News Fatafat: સુરતમાં જિમ સંચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. રાહત આપ્યા બાદ પણ જિમ શરૂ કરવા જિમ સંચાલકો  માંગણી કરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં અને વિજળીના ફિક્સ ચાર્જમાં માફી આપવામાં આવી છે પણ જિમ અને ફિટનેસ સેન્ટર બંધ હોવાના કારણે સંચાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. શહેરમાં અસંખ્ય જિમને તાળા મારવાનો સમય આવ્યો છે.

  • 09 Jun 2021 12:19 PM (IST)

    Gujarat News Fatafat: AMCએ BU મંજૂરી ન ધરાવતા અલગ અલગ એકમોને સીલ કર્યા

    Gujarat News Fatafat: AMCએ BU મંજૂરી ન ધરાવતા અલગ અલગ એકમોને સીલ કર્યા છે, જેમાં રાણીપની નવસર્જન શાળાનો પણ સમાવેશ થાય છે ત્યારે શાળાના શિક્ષકો બહાર બેસી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યા છે સાથે જ નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા પણ કોમ્પલેક્ષમાં ખુલ્લામાં કરવામાં આવી રહી છે.

  • 09 Jun 2021 12:17 PM (IST)

    Gujarat News Fatafat: સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આંતક, 20 યુવાનોને શિકાર બનાવી ફરાર

    Gujarat News Fatafat: સુરતનાં સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આંતક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રી દરમિયાન 4.50 લાખનો મુદ્દામાલ લઇ ફરાર થઈ ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ આવી રીતે 20 જેટલા યુવકને શિકાર બનાવ્યા હોવાની માહિતી બહાર આવી છે. સરથાણા પોલીસે ગુનો નોંધી લૂંટેરી દુલ્હનને ઝડપવા તપાસ આરંભી છે. બે દિવસ પહેલા વરાછા વિસ્તારમાં આ જ રીતે લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

  • 09 Jun 2021 12:11 PM (IST)

    Gujarat News Fatafat: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો,અનેક વિસ્તારોમાં વરસાદ

    Gujarat News Fatafat: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાતથી સવાર સુધી પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બાલદેવી નજીકથી પસાર થતી ખાડી બે કાંઠે વહેવા લાગી છે. જો કે ખાડી બે કાંઠે વહેતી થતાં લોકોમાં માછલી પકડવા લાગી હોડ

  • 09 Jun 2021 12:08 PM (IST)

    Gujarat News Fatafat: મુંબઈમાં ભારે વરસાદનાં પગલે કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાયા

    Gujarat News Fatafat:  મુંબઇના કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

  • 09 Jun 2021 09:17 AM (IST)

    Devbhumi Dwarka : દ્વારકા નજીકથી ઝડપાઈ ગાંજાની ખેતી

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે ( SOG ) દ્રારકા નજીકથી ગાંજાની ખેતી કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. દ્વારકા નજીકના ખેતરમાં 55 કિલો ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની બજાર કિંમત આશરે પાંચ લાખ રૂપિયા થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOGએ ઝડપી પાડેલા શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે.

  • 09 Jun 2021 09:09 AM (IST)

    Gandhinagar : આજે પ્રધાનમંડળની બેઠક, રસીકરણની સમીક્ષા કરાશે

    મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં, કોરોનાની રસીકરણ અંગેની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાશે. તાઉ તે વાવાઝોડાએ વેરેલા વિનાશ અંગે સર્વે રિપોર્ટ ઉપર પણ ચર્ચા કરાશે. ધો. 10 અને 12 પછીની પ્રવેશ પ્રક્રિયાને લઈને પણ ચર્ચા વિચારણા કરાવામાં આવે તેવી સંભાવના છે.

Published On - Jun 09,2021 11:10 PM

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">