સુરત પાસના આગેવાનોએ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મૂકીને સાપુતારામાં કર્યા ગરબા

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ સ્થિતિને જોતા ગુજરાતમાં ભલે નવરાત્રિના આયોજનો પડતા મુકાયા હોય પણ ગરબા રમવાવાળા પોતાનો શોખ પૂરો કરી જ રહ્યા છે. રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે […]

સુરત પાસના આગેવાનોએ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મૂકીને સાપુતારામાં કર્યા ગરબા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:37 PM

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ સ્થિતિને જોતા ગુજરાતમાં ભલે નવરાત્રિના આયોજનો પડતા મુકાયા હોય પણ ગરબા રમવાવાળા પોતાનો શોખ પૂરો કરી જ રહ્યા છે. રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મુકવામાં આવી હોવાનું દેખાયું હતું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરત પાસના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘુમતા દેખાઈ રહ્યા છે જોકે તેમાંથી એકેયે ના તો માસ્ક પહેર્યું છે કે ન તો સોશિયલ ડિસ્ટનસિંગ દેખાઈ રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને તેની ટીકાઓ પણ થઈ રહી છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ તેમાં ગરબે ઘૂમતા દેખાઈ રહ્યો છે. જોકે તેઓએ ફક્ત માનસિક તણાવ દૂર કરવા આ કાર્યક્રમ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે પાસ દ્વારા જ રાજકીય પાર્ટીઓના ગરબા કાર્યક્રમોને ખૂબ વખોડવામાં આવ્યો હતો અને હવે તેમના દ્વારા જ માસ્ક કે સોશિયલ ડિસ્ટનસિંગ વગર ગરબાનો કાર્યક્રમ યોજાતા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચોઃતલનો પાક ગયો નિષ્ફળ…ખેડૂતે પાકમાં ચાંપી આગ!!!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">