ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ 4.0 યોજનાનો પ્રારંભ, ત્રણ તબક્કામાં બાળકો-સગર્ભા માતાઓનું રસીકરણ કરાશે

ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ 4.0 યોજના ત્રણ તબક્કામાં અમલી બનશે. 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલના રોજ આ યોજના કાર્યરત કરવામાં આવશે.

ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ 4.0 યોજનાનો પ્રારંભ, ત્રણ તબક્કામાં બાળકો-સગર્ભા માતાઓનું રસીકરણ કરાશે
Launch of Mission Indradhanush 4.0 scheme in Gujarat
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 07, 2022 | 3:33 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandvia)એ દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો (Pregnant women) અને બાળકો માટે મિશન ઈન્દ્રધનુષ 4.0 (Mission Indradhanush 4.0 Scheme)ના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા IMI 4.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. દેશના અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં દૂર-સૂદૂર અને અંતરિયાળ વિસ્તારો સુધી મિશન ઈન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અનુરોધ કર્યો છે.

ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ 4.0 યોજના ત્રણ તબક્કામાં અમલી બનશે. 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલના રોજ આ યોજના કાર્યરત કરવામાં આવશે. ગુજરાતમાં દરેક તબક્કામાં આશરે 3243 સેશન દ્વારા 13,619 બાળકો અને 3,032 સગર્ભા માતાઓને રસીકરણ કરાશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઈ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે. હાઉસ- ટુ -હાઉસ હેડ કાઉન્ટ સર્વે કરી બાળકો અને સગર્ભા બહેનોને રસીકરણની સેવાઓ મળે તે સુનિશ્ચિત કરાશે.

આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી, રૂબેલા જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે. બે વર્ષથી નાની ઉંમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો આ રસીકરણ અભિયાનનો ઉદ્દેશ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક સર્વેનો સંદર્ભ ટાંકતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું. જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા મિશન ઈન્દ્રધનુષમાં દેશના 90 ટકાથી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબધ્ધ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસી લાભાર્થીઓને જીવન ઉપયોગી બનીને સ્વસ્થ બનાવશે.

આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વિશ્વના અન્ય દેશો ભારતના કોરોના રસીકરણ મહાઅભિયાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

નોંધનીય છે કે રાજયમાં અગાઉ પણ મિશન ઈન્દ્રધનુષનું વર્ષ 2015થી 2021 દરમિયાન સફળ અમલીકરણ કરવામાં આવેલુ છે. આ દરમિયાન કુલ 9,61,380 બાળકો અને 2,05,925 સગર્ભા સ્ત્રીઓને 1,94,193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Rajkot: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરી લઇ જવા પડ્યા, જુઓ દ્રશ્યો

આ પણ વાંચો- રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">