Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:27 AM

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું હતું. 7 જાન્યુઆરીથી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ 1થી 9ના વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ(Offline education) શરૂ થશે. કોરોના ગાઈડલાઈન (Corona guideline) પ્રમાણે શાળાઓ (Schools) શરૂ કરવામાં આવશે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું પડશે.

આજથી રાજ્યમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. રાજ્યમાં કોરોના (corona)ના કેસ ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વિદ્યાર્થી (Student) ના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે.

પહેલાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, પણ ત્યાર બાદ આ પ્રતિબંધ વધારીને 5 ફેબ્રુઆરી સુધી કરાયો હતો. બીજી બાજુ રાજ્યમાં ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા કે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેથી ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. શાળા સંચાલકોની રજૂઆતોને પગલે 31 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનું જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે કોરોનાના કેસ ઘટવાને પગલે 7 ફેબ્રુઆરીથી ઓફ લાઇન શિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું હતું. 7 જાન્યુઆરીથી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-

SBI 6 NPA ની રૂપિયા 406 કરોડની વસૂલાત BAD BANK ને સોંપશે, યાદીમાં ગુજરાતની આ કંપનીના એકાઉન્ટનો પણ સમાવેશ

આ પણ વાંચો-

Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા

g clip-path="url(#clip0_868_265)">