લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હિંમતનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. માલદીવ સામે હવે લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્ય વધવા લાગી છે. આ દરમિયાન આકાશમાં ઉંચાઈઓ આંબતા પતંગની જેમ દુનિયામાં પર્યટન નક્શામાં લક્ષદ્વીપનું અલગ નામ તરી આવશે એવો વિશ્વાસ પ્રશાસક પ્રફુલ પટેલે વ્યક્ત કર્યો છે. તેઓએ રામ મંદિરને લઈને પણ વાત કરી હતી.

લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ
લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે
Follow Us:
| Updated on: Jan 14, 2024 | 6:55 PM

લક્ષદ્વીપ આ સંઘપ્રદેશ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં લક્ષદ્વીપની તસ્વીરો અને વીડિયો પણ છેલ્લા 10 દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દેશના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, બોલીવુડ સ્ટારથી લઈ સૌ કોઈ લક્ષદ્વીપને લઈ ચર્ચા કરી રહ્યુ છે. દેશના પોતાના પ્રવાસન સ્થળોને પ્રાધાન્ય આપવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હાલમાં વતન ગુજરાત પ્રવાસે છે.

લક્ષદ્વીપથી, દીવ અને બાદમાં દમણથી હિંમતનગર પહોંચી મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. ગુજરાતમાં પહોંચીને પ્રથમ ઈન્ટરવ્યૂ તેમનો સામે આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, પીએમ મોદીના એક પ્રવાસથી જ લક્ષદ્વીપનુ પ્રવાસન જમીનથી આકાશની ઉંચાઈએ આંબતા પંતગની જેમ ઉંચાઈ પકડવા લાગ્યો છે.લક્ષદ્વીપ દેશ જ નહીં દુનિયાના પ્રવાસ સ્થળોના નક્શા પર અલગ જ તરી આવશે એ દિશામાં કાર્યો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

પ્રફુલ પટેલે કાયાપલટ કરી

વર્ષ 2020માં પ્રશાસન સંભાળવા સાથે જ પ્રફુલ પટેલે પ્રથમ વાર ભારતના સુંદર બીચ પર પગ મુકતા જ તેઓએ અહીંના પ્રવાસનને વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે જ તેઓએ સ્થાનિક લોકોની સદીઓથી ચાલી આવતી હાડમારીઓને પણ દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને જે સાર્થક કર્યો છે. પીવાના પાણીની સમસ્યાને દૂર કરી છે, તો શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે પ્રથમવાર પ્રશાસને પડકારો વચ્ચે સફળતાપૂર્વક કાર્ય કરી દેખાડ્યુ છે. જેનાથી લોકોના જીવનધોરણમાં પરિવર્તન મોટાપાયે થવા જઈ રહ્યુ છે. જેને લઈ સ્થાનિક લોકો વચ્ચે પ્રફુલ પટેલ લોકપ્રિયતાને આંબવા લાગ્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA

પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લેતા જ માલદીવને પેટમાં પીડા ઉપડવા લાગી હતી અને અપમાનજનક ટીપ્પણીઓ શરુ કરી હતી. દેશ એક થઈને માલદીવને પાઠ ભણાવ્યો છે. બીજી તરફ માલદીવને બદલે હવે પ્રવાસીઓ લક્ષદ્વીપના આકર્ષણને માણવા લાગ્યા છે. આગામી માર્ચ મહિના સુધી અહીં પહોંચવા માટેની એર ટિકિટ વેચાઈ ચૂકી છે. અહીંના રિસોર્ટ અને અન્ય રોકાણસ્થળો પણ હાઉસફુલ બની ચૂક્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">