AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : માતાએ જ કરી માસૂમ દીકરીની હત્યા, 2 માસની બાળકીને હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી

આણંદના (Anand) દંપતી આસિફમિયા મલેક અને તેની પત્ની ફરજાબાનું મલેક પોતાની 2 માસની દીકરી અમરીનબાનુંની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે સિવિલમાં 1200 બેડની બાળકોની હોસ્પિટલમાં લાવ્યા હતા. 1 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ફરજાબાનુંએ દીકરી ગુમ થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું.

Ahmedabad : માતાએ જ કરી માસૂમ દીકરીની હત્યા, 2 માસની બાળકીને હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી
માતાએ જ કરી 2 માસની બાળકીની હત્યા
Mihir Soni
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:18 AM
Share

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 માસની દીકરીને ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરનાર માતાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી માતાએ પોતાની 2 માસની માસૂમ બાળકીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. માતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ત્રીજા માળથી બાળકીને નીચે ફેંક્યા બાદ ગુમ થઇ હોવાનું નાટક રચ્યું હતુ. સમગ્ર મામલે જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી CCTV ફૂટેજ ચકાસ્યા હતા. હોસ્પિટલના CCTV તપાસતા નિષ્ઠુર માતાની પોલ ખુલી ગઇ હતી.

માતાએ જ કરી બાળકીની હત્યા

આરોપી માતાએ પોતાની 2 માસની દીકરીને હોસ્પિટલના ત્રીજા માળેથી ફેંકીને હત્યા કરી દીધી હતી. આણંદના દંપતી આસિફમિયા મલેક અને તેની પત્ની ફરજાબાનું મલેક પોતાની 2 માસની દીકરી અમરીનબાનુંની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે સિવિલમાં 1200 બેડની બાળકોની હોસ્પિટલમાં લાવ્યા હતા. 1 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ફરજાબાનુંએ દીકરી ગુમ થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું. પરંતુ હોસ્પિટલના CCTV ચેક કરતા ફરજાબાનુંની પોલ ખુલી ગઈ. ફરજાબાનુંએ નિર્દય બનીને પોતાની માસૂમ દીકરીને હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. CCTVમાં 2 માસની માસૂમ દીકરી માતાના ખોળામાં શાંતિની નીંદર લઈ રહી હતી. માતા દીકરીને ઉંચકીને સવારે 4.12 કલાકે વોર્ડમાંથી બહાર નીકળે છે અને 3 મિનિટ બાદ 4.15એ બાળક વગર પરત આવે છે. આ બાળકને માતાએ નીચે ફેંકીને હત્યા કરી હોવાથી શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.

બાળકીને પીડામાંથી મુક્તિ આપવા કરી હત્યા

માની મમતાને શર્માસાર કરતી આ ઘટનાને લઈને તપાસ કરતાં ફરજાબાનુંએ દીકરીને પીડાથી મુક્ત કરવા આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરે છે. આરોપી ફરજાબાનુના 25 ડિસેમ્બર 2021માં આસિફ મલેક સાથે લગ્ન થયા હતા. 5 ઓક્ટોબર 2022માં દીકરી અમરીનબાનુંનો જન્મ થયો હતો. દીકરીના જન્મથી પતિ પત્ની ખુશખુશાલ હતા. પરંતુ ડિલીવરી દરમિયાન બાળકી પાણી પી જતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં એડમિટ કરી હતી. સર્જરી કર્યા બાદ 24 દિવસે ડૉક્ટરએ રજા આપી હતી. ત્યાર બાદ દીકરીની ફરી તબિયત બગડતા 14 ડિસેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ દીકરીને આરામ નહીં થતા માતાએ જ હત્યાનું ષડયંત્ર રચ્યું. વહેલી સવારે બધા સુતા હતા, ત્યારે બહાર ચેક કરીને વોર્ડમાંથી દીકરીને લઈ જઈને ત્રીજા માળેથી ફેંકીને હત્યા કરી દીધી. પરંતુ નિર્દોષ દીકરીની હત્યા કરનાર માતાનો ભાંડો ફૂટી ગયો અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઇ.

2 માસની દીકરીની માતાએ કરેલી હત્યા મામલે શાહીબાગ પોલીસે આરોપી ફરજાબાનુંની ધરપકડ કરી છે. હોસ્પિટલમાંથી CCTV ફૂટેજ મેળવીને હત્યાને લઈને વધુ તપાસ શરૂ કરી. આ હત્યા દીકરીને પીડામાંથી મુક્ત કરવા માટે કરી છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે પૂછપરછ શરૂ કરી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">