હાઈટેક ચોર, ‘YOUTUBE’ પર વીડિયો જોઇ કચ્છના ત્રણ યુવાનો બન્યા ચેઇન સ્નેચર, 1 જ વર્ષમાં 19 ચોરી
ટેકનોલોજીના યુગમા આજકાલ યુવાનો ઘણું નવું શીખી રહ્યા છે. પરંતુ કચ્છના ત્રણ યુવાનો આ ટેકનોલોજીની મદદથી બન્યા ચેઇન સ્નેચર સાંભળીને નવાઇ લાગી હશે પરંતુ પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી ઝડપેલ ત્રણ યુવાનોની પુછપરછમા આવુજ કઇક ચોંકવનારૂ સત્ય બહાર આવ્યું છે. કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં ચેઇન સ્નેચીંગના અસંખ્યા ગુન્હાઓ પોલિસના અસ્તિત્વ સામે સવાલો ઉભા […]
ટેકનોલોજીના યુગમા આજકાલ યુવાનો ઘણું નવું શીખી રહ્યા છે. પરંતુ કચ્છના ત્રણ યુવાનો આ ટેકનોલોજીની મદદથી બન્યા ચેઇન સ્નેચર સાંભળીને નવાઇ લાગી હશે પરંતુ પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી ઝડપેલ ત્રણ યુવાનોની પુછપરછમા આવુજ કઇક ચોંકવનારૂ સત્ય બહાર આવ્યું છે. કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં ચેઇન સ્નેચીંગના અસંખ્યા ગુન્હાઓ પોલિસના અસ્તિત્વ સામે સવાલો ઉભા કરી રહ્યા હતા.
આ પણ વાંચો : IPL 2019નો પહેલા બે અઠવાડીયાનો કાર્યક્રમ જાહેર, જાણો પહેલી મેચ ક્યાં રમાશે અને કઈ ટીમ ક્યારે કોની સાથે ટકરાશે?
થોડા સમયના અંતરે ભુજના અલગ-અલગ વિસ્તારોમાં આવી અનેક ધટનાઓ બની પરંતુ પોલિસ તેમના સુધી પહોંચી શકતી ન હતી. જો કે સોશિયલ મીડિયાનો જ સહારો લઇ પોલિસે એક વર્ષમા થયેલ 19 જેટલા ગુન્હાઓ નો ભેદ ઉકેલી નાંખ્યો છે અને ભુજના જ ત્રણ યુવાનોને ચોરીની બાઇક અને 6 ચીલઝડપ કરેલી ચેઇન સાથે ઝડપી પાડ્યા છે. અને વધુ કેટલાગ ગુન્હા સાથે તેના સાગરીતો અંગે તપાસ દરમ્યાન પોલિસને કડી મળે તેવી આશા છે.
‘YOUTUBE’ પર વિડીયો જોઇ ચેઇન સ્નેચીંગની પ્રેરણા મળી
ઝડપાયેલા ત્રણે યુવાનો ભુજના છે. જેમા
- સર્ફરાજ ઉર્ફે ફેઝલ અબ્દુલ મંધરીયા
- સાહિલ અસલમ કુરેશી
- લકીસિંગ જીતસીંગ સરદાર(રાજપુત) નો સમાવેશ થાય છે.
શંકાસ્પદ ચોરીની બાઇક સાથે આ યુવાનો ઝડપાયા બાદ તેની પુછપરછમાં અનકે ચોંકવનારા ખુલાસા થયા જેમા ચીલઝડપનો માસ્ટર માઇન્ટ એવા સર્ફરાજની પુછપરછ કરાઇ ત્યારે તેને YOUTUBE પર એક વર્ષ પહેલા ચેઇન સ્નેચીંગનો વીડીયો જોઇ આવુ કરવાની ઉત્સુકતા થઇ અને એકવાર કર્યા પછી વિડીયો જોઇ તેઓ આ ધટનાને અંજામ આપતા ગયા તેમાય વડી પોલિસ તેમના સુધી પહોંચી ન શકી જેથી વધુ ગુન્હાઓ તેઓ કરતા ગયા ઝડપાયેલા 3 યુવાનો પૈકી સરફરાઝ તો ઇગ્લીંસ મીડીયમમા અભ્યાસ કર્યો છે. 1 વર્ષમાં 3એ યુવાનોએ આ રીતે 19 ચીલઝડપની ધટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.
કઇ રીતે ટેકનોલોજી અને સર્વેલન્સથી ઝડપાયા આરોપીઓ
આમતો છેલ્લા એક વર્ષમાં 19થી પણ વધુ ગુન્હાઓ ભુજ અને પશ્ર્ચિમ-પુર્વ કચ્છમા બન્યા છે. અને તેથીજ તેનુ ડીટેક્શન પોલિસ માટે પણ એક પડકાર હતો ધટના સ્થળના આસપાસના સી.સી.ટી.વી શંકાસ્પદ ગતીવિધી અને ફેસબુક જેવા સોશિયલ મિડીયા પર પોલિસની નઝર હતી જ તેવામાં શંકાસ્પદ લાગતા યુવાનોના સોશિયલ સાઇડ પર પોલિસે નઝર રાખી જેમાં સર્ફરાજ અને તેના સાગરીતોની ચોરાઉ બાઇકના નંબર બદલવાની ગતિવીધી શંકાસ્પદ લાગી અને તેનુ સર્વેલન્સ કરતા પોલિસને આ ગુન્હો ઉકેલવામાં સફળતા મળી ધટના આસપાસના સી.સી.ટી.વીમા શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ બાદ સોશિયલ મીડીયામાં પોલિસે કરેલી જીણવટ ભરી તપાસથી એક વર્ષ બાદ 3 સભ્યોની ટોળકી પોલિસના હાથે લાગી છે.
સોશિયલ મીડીયાથી પ્રેરાઇ મોજશોખ પુરા કરવા ગુન્હેગાર બનેલા યુવાનોને એમજ હતુ કે પોલિસ તેમના સુધી ક્યારે પહોંચી નહી શકે કદાચ આજ અનુમાને તેમની હિંમત પણ વધારી હતી. પરંતુ મોડે મોડે એજ ટેકનોલોજીની મદદથી પોલિસ તેમના સુધી પહોંચી ગઇ પોલિસને આશા છે. કે હજુ વધુ ગુન્હાઓમાં આ યુવાનોની સંડોવણી હોઇ શકે છે. જેથી ત્રણે યુવાનોના રીમાન્ડ તપાસ એજન્સી મેળવશે.
[yop_poll id=1605]