VIDEO: કચ્છના ગાંધીધામમાં ભારતીય સૈન્યના શસ્ત્રોનું પ્રદર્શન, શાળાના બાળકો બોફોર્સ તોપ જોઈને રોમાંચિત થયા
પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ધ્યાને રાખીને અનેક સ્થળો પર શૌર્યથી ભરપૂર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતીય સૈન્ય પર ગર્વ થાય તેવું એક પ્રદર્શન કચ્છના ગાંધીધામમાં પણ યોજાયું. ભારતીય સૈન્યએ શસ્ત્ર પ્રદર્શન યોજી બાળકોને અવનવી માહિતી પુરી પાડી હતી. શાળાના બાળકો બોફોર્સ તોપ જોઈને રોમાંચિત થયા હતા. આ પણ વાંચો: VIDEO: નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ વલ્લભીપુરમાં […]
પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ધ્યાને રાખીને અનેક સ્થળો પર શૌર્યથી ભરપૂર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતીય સૈન્ય પર ગર્વ થાય તેવું એક પ્રદર્શન કચ્છના ગાંધીધામમાં પણ યોજાયું. ભારતીય સૈન્યએ શસ્ત્ર પ્રદર્શન યોજી બાળકોને અવનવી માહિતી પુરી પાડી હતી. શાળાના બાળકો બોફોર્સ તોપ જોઈને રોમાંચિત થયા હતા.
આ પણ વાંચો: VIDEO: નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ વલ્લભીપુરમાં ઘેલો નદી પરનો વર્ષો જૂનો ચેકડેમ તૂટ્યો
ગાંધીધામમા આર્મી બેઝમાં આ નિર્દેશન યોજાયું હતું. જેમાં તોપના સંચાલનથી લઈને, અન્ય શસ્ત્રો પણ રજૂ કરાયા હતા. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ શસ્ત્રોને નજરે નિહાળી બાળકો પણ ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા. અનેક બાળકો તો સૈન્યમાં જોડાવા પણ ઉત્સુક બન્યા હતા. રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુ સાથે યોજાયેલું આ પ્રદર્શન સાર્થક સાબિત થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો