વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર બનીને તૈયાર, વડતાલના 100 સંતો સાથે આચાર્ય રાકેશપ્રસાદજી કેન્યાની યાત્રાએ

Dharmendra Kapasi

|

Updated on: Dec 30, 2022 | 12:45 PM

મંદિરનો (temple) કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાથી રસિત કરીને બનાવવામાં આવ્યો છે. નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , વડતાલના ગૌરવ સમાન ઘટના છે.

વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર બનીને તૈયાર, વડતાલના 100 સંતો સાથે આચાર્ય રાકેશપ્રસાદજી કેન્યાની યાત્રાએ
નૈરોબીમાં પ્રથમ સ્વામીનારાયણ મંદિર તૈયાર

ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નિત્યસ્વરૂપ સ્વામી સરધાર , નૌતમપ્રકાશ સ્વામી , શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામી – રામકૃષ્ણ સ્વામી – ધાંગધ્રા વગેરે સંતો દ્વારા 1 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

મંદિરની વિશષતા

⦁ આ વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર છે.

⦁ મંદિરનો શિલાન્યાસ 5/12/2020ના રોજ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ મંદિર બે વર્ષમાં સંપૂર્ણ તૈયાર થયું છે.

⦁ નૈરોબીનું આ મંદિર 21842 સ્કવેર ફૂટમાં જમીનમાં પથરાયેલું છે.

⦁ મંદિરની પ્રતિષ્ઠામાં 99 સંતો અને 150 સત્સંગી સાથે વડતાલના વર્તમાન આચાર્ય હાલ કેન્યાના સત્સંગ પ્રવાસે છે.

⦁ નિત્યસ્વરુપ સ્વામી સરધાર અને નિલકંઠચરણ સ્વામીના વ્યાસાસને ભક્તિચિંતામણી સપ્તાહ પારાયણ યોજાશે.

⦁ વડતાલ મંદિર પુરોહિત ધીરેન ભટ્ટ વૈદિકવિધિથી યજ્ઞ એવં પ્રતિષ્ઠા કરાવશે.

⦁ શિખર સાથે મંદિરની ઉંચાઇ 60 ફૂટ છે અને પહોળાઈ 110 ફૂટ છે.

⦁ મંદિરના ગ્રાઉન્ડફ્લોર પર 25 અને હોલમાં 7 પીલ્લર છે.

⦁ આ મંદિરના ગર્ભગૃહની સાઈઝ 10 ફૂટ છે. જેમાં હરિકૃષ્ણ મહારાજની 4.8 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપશે. આ સિવાય 3.5 ફૂટની અલગ-અલગ મૂર્તિ સ્થાપશે.

⦁ આ સ્વામિનારાયણ મંદિરમાં એક સાથે 1400 હરિભક્તોને આરામથી દર્શન કરી શકશે.

⦁ નૈરોબીના મંદિરમાં કુલ 22 પગથિયાં છે.

⦁ તો મંદિરમાં 3 ઘુમ્મટ અને 3 શિખર છે.

⦁ આ વિશાળ મંદિરની ડિઝાઈન ચેરમેનશ્રી કે કે વરસાણીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્રેશભાઈ બાબરીયાએ કરી છે.

⦁ મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાના રસથી રસિત કરેલા છે.

⦁ આ મંદિરની આસપાસ ગાર્ડન બનાવવામાં આવ્યા છે.

⦁ વિદેશની ધરતી પર સતત 300 સ્વયંસેવકની ટીમ સેવા આપી રહી છે.

⦁ આ મંદિર બનાવવા માટે 30 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં તૈયાર થયું છે. કે કે વરસાણી (કે સોલ્ટ ) કેન્યાના અગ્રણી ઉદ્યોગપતિ અને મંદિરના ચેરમેન છે, જેમણે મંદિર નિર્માણમાં સિંહ ફાળો આપેલો છે. વડતાલથી સંતોએ ચાર સત્સંગયાત્રા મંદિર નિર્માણ દરમિયાન કરી છે.

⦁ મંદિરમાં 700 લોકો પ્રસાદ લઈ શકે , એવું ભોજનાલય છે.

⦁ મંદિરમાં 125 કાર પાર્કીંગની વ્યવસ્થા છે.

⦁ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે સનાતન પરંપરાના જાગરણ માટે 2100 પરિવારનો સંતોએ વ્યક્તિગત સંપર્ક કર્યો છે.

આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોએ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. કોઠારી પાર્ષદ વલ્લભ ભગત છેલ્લા એક વર્ષથી અહી રહ્યા છે. પરેશ પટેલ -વડતાલ અને મહેળાવ , પ્રથમેશ નાર , કાંતીભાઈ અને મિતેશભાઈ મહેળાવ ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર , કુંવરજીભાઈ કચ્છ , જીજ્ઞેશ પીપળાવ , કિશોર રાઘવાણી, જેવા સેવકોએ તમ મન ધનથી યોગદાન આપ્યું છે. જે અંતર્ગત મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાથી રસિત કરીને બનાવવામાં આવ્યો છે. નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , વડતાલના ગૌરવ સમાન ઘટના છે. મૂળ સંપ્રદાયનું પોષણ થઈ રહ્યું છે તેનો અમને આનંદ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati