Vadtal માં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 21માં વર્ષમાં પ્રવેશ, વિશેષ પૂજન આરતી પણ યોજાઇ
વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ ગાદી પદારૂઢના 20 વર્ષ પૂર્ણ કરી 21 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સત્સંગ મહાસભા ધ્વારા સંપ્રદાયના સંતો-હરિભક્તોની ઉપસ્થિતીમાં જોળ મુકામે આચાર્ય મહારાજનો ભાવવંદના કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો
વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ ગાદી પદારૂઢના 20 વર્ષ પૂર્ણ કરી 21 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સત્સંગ મહાસભા ધ્વારા સંપ્રદાયના સંતો-હરિભક્તોની ઉપસ્થિતીમાં જોળ મુકામે આચાર્ય મહારાજનો ભાવવંદના કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. જોળમાં ચાલતી ભાગવત કથા પ્રસંગે યોજાયેલા ભાવવંદના સમારોહમાં વડતાલ, જુનાગઢ, ધોલેરા તથા ગઢપુર પ્રદેશના સંતો-ભક્તો ધ્વારા વિશેષ પૂજન તથા આરતી સાથે આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
વડતાલ ગાદીના સંતવૃંદ અને બ્રહ્મ સત્સંગ સમાજ ધ્વારા મહારાજનું પૂજન અને શુભેચ્છાઓ પાઠવશે.
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ આજે 21 જાન્યુઆરી 2023ને શનિવારના રોજ ગાદી પદારૂઢના 20 વર્ષ પૂર્ણ કરી 21 મા વર્ષમાં મંગલ પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે વડતાલ ગાદીના તાબાના સંતવૃંદ અને બ્રહ્મ સત્સંગ સમાજ ધ્વારા મહારાજનું પૂજન અને શુભેચ્છાઓ પાઠવશે.
સ્વામીના 55 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપ્યાનો સંપ્રદાયનો પ્રથમ પ્રસંગ છે
દક્ષિણ દેશે સત્સંગ મહાસભા ધ્વારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો ગાદીપતિના રૂપમાં 21 જાન્યુઆરી 2023ના રોજ ગાદી અભિષેક થયો હતો. આચાર્ય મહારાજને ગાદી પદારૂઢ થયાના 20 વર્ષ દરમ્યાન તેઓએ 809 પાર્ષદોને સંતદિક્ષા આપી છે. એમાંય સ.ગુ.નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપ્યાનો સંપ્રદાયનો પ્રથમ પ્રસંગ છે.
આચાર્ય મહારાજનું વિશેષ પૂજન કરી શુભેચ્છાઓ પાઠવી હતી
આચાર્ય મહારાજ ગાદી પર પદારૂઢ થયા બાદ સંપ્રદાયનો સુવર્ણકાળ મધ્યાન્હે તપી રહ્યો છે. તેઓએ અમેરીકા, લંડન, ઓસ્ટ્રેલીયા, આફ્રીકા વગેરે દેશોમાં યાત્રા પ્રવાસો યોજી એન.આર.આઈ. ભક્તોને સત્સંગનો લાભ આપ્યો છે. આ ભાવવંદના કાર્યક્રમ પ્રસંગે વડતાલ, ગઢડા તથા જુનાગઢ ટ્રસ્ટી મંડળે આચાર્ય મહારાજનું વિશેષ પૂજન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોલેરાનાં સંતો દ્વારા મહારાજને હાર પહેરામણી કરી પૂજન કર્યું હતું
આ પ્રસંગે સત્સંગ મહાસભા તથા સદ્ગુરૂ સંતો દ્વારા મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. દરમ્યાન પૂ.નિલકંઠચરણ સ્વામી, પૂ.નિત્યસ્વરૂપ સ્વામી, પૂ.હરિપ્રકાશ સ્વામી, પૂ.હરિજીવન સ્વામી, પૂ.નારાયણચરણ સ્વામી, પૂ.પ્રેમ સ્વામી, પૂ.સત્સંગભૂષણસ્વામી, પૂ.નૌતમપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાનાં સંતો દ્વારા મહારાજને હાર પહેરામણી કરી પૂજન કર્યું હતું.
આચાર્ય મહારાજએ ઉપસ્થિત સંતો- હરિભક્તોને આશીર્વચન પાઠવ્યાં હતાં
સત્સંગનાં આગેવાન હરિભક્તો દ્વારા મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂ.લાલજી મહારાજએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. અંતમાં આચાર્ય મહારાજએ ઉપસ્થિત સંતો- હરિભક્તોને આશીર્વચન પાઠવ્યાં હતાં અને ત્યારબાદ સંતો–હરિભક્તો દ્વારા સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડતાલ મંદિરના મુ. કોઠારી ર્ડા.સંત સ્વામીએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું આયોજન પૂ.શ્યામ સ્વામીએ કર્યું હતું.
આ પણ વાંચો : Republic Day 2023: પ્રજાસતાક દિને દિલ્હીમાં ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષય પર રજૂ થશે ગુજરાતની ઝાંખી