ડાકોર ગોધરા રૂટ ઉપર ટ્રેનમાં લૂંટની ઘટના, પાંચ લોકો પાસેથી 3 લાખથી વધુની કરી લૂંટ, જુઓ વીડિયો
ખેડા ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક રેલવેમાં લૂંટની ઘટના ઘટી છે. ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ માં રાત્રે 1 : 40 કલાકે સિગ્નલ લોસ થતા લૂંટની અઘટના બની હતી. ટ્રેનને રોકવામાં આવી જે બાદ અજાણ્યા લોકોએ પાંચ લોકો પાસેથી કુલ 3 લાખ 20 હજારની લૂંટ લૂંટ કરી નજીકના હાઇવેથી લૂંટારુઓ ફરાર થયા હતા. ટ્રેનમાં લૂંટ મામલે આણંદ રેલવે પોલીસ CPI નો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સિગ્નલ લોસ મામલે પણ સઘન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડાકોર-ગોધરા રૂટ પર અંગાડી નજીક ટ્રેનમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામ-ઈન્દૌર સુપર ફાસ્ટ સિગ્નલ લોસ થતા રોકવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ 5 લોકો પાસેથી 3 લાખ 20 હજાર લૂંટી લીધા છે. આણંદ રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 17 ઓક્ટોબરે ટ્રેન ઈમરજન્સી રોકાતા 35 હજારની લૂંટ થઈ હતી. જે બાદ આજે ફરી વાર આ ઘટના બની છે.
ખેડા જિલ્લાના ડાકોર રુટ પર આ ઘટના બની છે. જેમાં સ્ટેશનનું સિગ્નલ લોસ થવાને કારણે ટ્રેન ઊભી રહી હતી. જે આબાદ આ સમગ્ર ઘટના ઘટી હતી. ટ્રેન ઊભી રહેતા કેટલાક લૂંટારુઓ ટ્રેનની અંદર પ્રવેશ્યા હતા. જે બાદ આ ઘટના બની હતી. ટ્રેનમાં પાંચ લોકોને લૂંટીને હાઇવેના માર્ગ થી આરોપીઓ પલાયન થઈ ગયા હતા. ભોગબાનનારે આ બાબતે આણંદ રેલવે પોલીસ મથકે ફરિયાદી પહોંચ્યા અને પોલીસ ને આ સમગ્ર બાબતે માહિત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : આણંદ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ , 500 થી વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ





