Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: ડાકોરના ઠાકોરના દર્શને જતા ભાવિકોની સુરક્ષા માટે 8 સેક્ટરમાં વહેચાઈ સુરક્ષા વ્યવસ્થા,  2111 જવાનો ખડેપગે, 9 સ્થળે મેડીકલ બૂથ, 435 વધારાની ST બસ  

ડાકોરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 9  સ્થળોએ મેડીકલ બુથ અને પદયાત્રા રૂટ પર કુલ 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે . કુલ 370 બસો ડાકોરથી અમદાવાદ રૂટ પર દોડશે જયારે 65 બસો વડોદરા આણંદ અને નડિયાદ તરફ દોડશે

Kheda: ડાકોરના ઠાકોરના દર્શને જતા ભાવિકોની સુરક્ષા માટે 8 સેક્ટરમાં વહેચાઈ સુરક્ષા વ્યવસ્થા,  2111 જવાનો ખડેપગે, 9 સ્થળે મેડીકલ બૂથ, 435 વધારાની ST બસ  
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 05, 2023 | 8:25 AM

હોળી ધૂળેટીનો તહેવાર સાવ નજીક છે ત્યારે ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો ધમધમાટ છે ડાકોરના રસ્તાઓ જય રણછોડના નાદથી ગૂંજી રહ્યા છે ત્યારે 7 તારીખ  સુધી ડાકોરમાં ભક્ત મહેરામણ ઉમટી પડશે. ત્યારે તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તૈયારી અંતર્ગત કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ ઊભા કરવામાં આવ્યા છે.

ડાકોર ફાગણી પૂનમના મેળા-2023ની તૈયારી

ડાકોરમાં આવતા પદયાત્રીઓ અને ભાવિક ભક્તોની સુરક્ષા કરશે ગુજરાત પોલીસના કુલ 2111 કર્મચારીઓ

ડાકોરના ઠાકોર રાજા રણછોડ રાયજી ના દર્શન કરવા કોરોના પછીના ત્રણ વર્ષ બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો પદયાત્રા કરતા કરતા ડાકોર પહોચી રહ્યા છે. ત્યારે ખેડા પોલીસ દ્વારા રાજ્યના જુદા જુદા પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે ખેડા પોલીસ ની મદદ માટે બોલાવી લેવામાં આવ્યા છે ,ચાલુ વર્ષે ડાકોરમાં યોજાનાર ફાગણી પૂનમના મેળામાં ખાખી બંદોબસ્તની વાત કરવામાં આવે તો

  • 1 રેંજ આઈજી
  • 1 એસપી
  • 12 નાયબ પોલીસ અધિક્ષક
  • 35 પોલીસ ઇન્સ્પેક્ટર
  • 115 પોલીસ સબ ઇન્સ્પેક્ટર
  • 657 પોલીસ કોન્સ્ટેબલ
  • 217 મહિલા પોલીસ કોન્સ્ટેબલ
  • 662 હોમગાર્ડ જવાનો
  • ૩૩ મહિલા હોમગાર્ડ
  • 182 ગ્રામ રક્ષક દળના જવાનો
  • 198 સ્ટેટ રીઝર્વ પોલીસ મળી કુલ 2111ખાખી લાખો ભક્તોની ડાકોરમાં સુરક્ષા કરશે.

કોરોના કાળ બાદ પ્રથમ વખત ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી લાખો ભાવિક ભક્તો ડાકોરમાં આવનાર છે ત્યારે ખેડા પોલીસ ધ્વરા ડાકોરને ખેડા પોલીસે 8 સેક્ટર માં વહેચી નાખ્યું છે અને ડાકોરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગથી મંદિર સુધી કુલ 44 આડબંધ ઉભા કરવામાં આવ્યા છે આ આડબંધને કારણે ધક્કામુક્કી અને ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ખુબ સહાય થતી હોય છે

આજનું રાશિફળ તારીખ 04-03-2025
કવિ કુમાર વિશ્વાસની પુત્રી છે ફેશનિસ્ટા, તસવીરો પરથી નહીં હટે નજર
તુલસી માળા પહેરવાના ફાયદા જાણી ચોંકી જશો, પ્રેમાનંદ મહારાજે જણાવ્યા
Debt States : દેશના આ 10 રાજ્યો પર છે સૌથી વધુ દેવું, જાણો ગુજરાત કયા નંબરે ?
ઈરફાન પઠાણની પત્ની સફા બેગ ઈફ્તારમાં શું ખાય છે?
Jioનો ધમાકેદાર પ્લાન ! માત્ર 11 રુપિયામાં મળશે 10GB ડેટા

8 સેક્ટરમાં વહેંચાઇ વ્યવસ્થા

સેક્ટર પ્રમાણે જોઈએ તો સેક્ટર 1 જે મંદિરની અંદરનો ભાગ છે તેમાં કુલ કુલ 386 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે ,સેક્ટર 2 મંદિરના મુખ્ય દરવાજાથી બહારના ભાગમાં કુલ 308 કર્મચારીઓ ,સેક્ટર 3 વિજય ભુવન પાસેના વિસ્તારમાં 235 કમર્ચારીઓ ,સેક્ટર ચાર બળીયાદેવ પાર્ક સુદીના વિસ્તારમાં 189 પોલીસ કર્મચારીઓ ,સેક્ટર 5 વનચેતના કેન્દ્ર વિસ્તારમાં 371 કર્મચારીઓ ,સેક્ટર 6 ગોમતી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં 161 પોલીસ કર્મચારીઓ ,સેક્ટર 7 વાહન પાર્કિંગમાં અને રોડ ઉપર 313 કર્મચારીઓ અને સેક્ટર 8 ઇન્વેસ્ટીગેશનમાં કુલ 148 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે

ખેડા પોલીસ ધ્વરા જુદા જુદા સ્થળ પર લગેજ સ્કેનર ,cctv સર્વેલન્સ અને નેત્રમ કેમરાની પણ મદદ લઇ પદયાત્રીઓની સુરક્ષા કરશે

ફાગણી પૂનમને લઈ આરોગ્ય વિભાગની કામગીરી ની વાત કરીએ તો ડાકોરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 9  સ્થળોએ મેડીકલ બુથ અને પદયાત્રા રૂટ પર કુલ 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે .

સંભવિત ઈમરજન્સી માટે કુલ ચાર સ્થળો પર 108 એમ્બુલન્સ સેવા કાર્યરત રહેનાર છે

ફાગણી પૂનમને લઈ એસટી વિભાગની વધારાની સેવા

  1. ડાકોરમાં હાલમાં બસ સ્ટેન્ડ ઉપરાંત ડાકોરમાં ગુજરી બજાર પાસે વધુ એક હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે
  2. એસટી વિભાગ ધ્વરા 435 વધારાની એસટી બસ ફાળવવામાં આવી છે જે 7 માર્ચ સુધી રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે
  3. કુલ 370 બસો ડાકોરથી અમદાવાદ રૂટ પર દોડશે જયારે 65 બસો વડોદરા આણંદ અને નડિયાદ તરફ દોડશે

g clip-path="url(#clip0_868_265)">