ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ

કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાને સાકાર કરવાની દિશામાં રાજય સરકારે વધુ એક પગલું ભર્યુ છે. જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ જણાવ્યું હતું કે, ગામના તમામ નાગરીકોનું સુંદર સ્વપ્ન સાકાર કરવામાં આવી રહયું છે.

ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ
Kheda: Cabinet Minister Arjun Singh Chauhan inaugurates library in Modaj village
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:54 PM

ખેડા  (Kheda) જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામ (Modaj village)ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણના (Arjun Singh Chauhan)વરદ હસ્તે આજે ગામના તેમજ આજુબાજુના ગામના યુવાનોને શરીર સૌષ્ઠવ માટે મેદાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પુસ્તકાલયનું (Library)લોકાર્પણ (Dedication)કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાને સાકાર કરવાની દિશામાં રાજય સરકારે વધુ એક પગલુંભર્યુ છે. આપણા યુવાનો રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રમતોમાં સારુ પ્રદર્શન કરે તેવા ઉત્તમ આશયથી ગુજરાતના 10 હજાર ગામોમાં રમતગમતના સરળ મેદાનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં યુવાનો સારું પ્રદર્શન કરી શકે, ઇન્ટરનેટ અને ગુગલના માધ્યમથી વિશ્વનું જ્ઞાન મેળવી શકે તેવી અદ્યતન પુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ મોદજ ખાતેથી કરવામાં આવ્યો છે.

રમત ગમતનું મેદાન અને પુસ્તકાલયનો ઉપયોગ ગામના સમગ્ર વ્યક્તિઓ પણ કરી શકશે અને તેઓના જ્ઞાનમાં અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરી શકશે. તેઓએ ગામના યુવાનોને હાકલ કરતા જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભ ગામના જે બાળકો, ગંગાસ્વરૂપા બહેનો, ખેડૂતો, વૃ્ધ્ધોને મળવાપાત્ર હોય તેવા દરેક નાગરીકને તેઓને મળતો લાભ આપવા મદદરૂપ થાય. જેથી ગામનો નાગરીક લાભથી વંચિત ના રહે. ગ્રામ વિકાસની યોજનાઓને નવી દિશા આપી નવયુવાનો તથા વિવિધ પરિક્ષાની તૈયારી કરતા યુવાનોના સ્વપ્નને પાંખો આપવાનું કાર્ય આ લાઈબ્રેરી અને રમતગમતના મેદાન કરશે. ખેડા જિલ્લામાં 20 રમતગમતના મેદાનો અને 10 લાઈબ્રેરી અને 10 ઓપન જીમ બનાવવામાં આવનાર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ જણાવ્યું હતું કે, ગામના તમામ નાગરીકોનું સુંદર સ્વપ્ન સાકાર કરવામાં આવી રહયું છે ત્યારે આનો મહત્તમ ઉપયોગ કરી મનુષ્ય જીવનને સાર્થક કરીએ. યુવાનો માટે તો યુવાની જીંદગીનો શ્રેષ્ઠ તબક્કો છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને જીવન સાર્થક કરીએ. દરેક મહાપુરુષોના જીવનચરિત્ર જોઇએ તો તેઓએ જ્ઞાન અને શરીર સૌષ્ઠવ ઉપર વધારે ભાર આપ્યો છે. આપણા જિલ્લાને આ યોજનાનો લાભ મળવાથી યુવાનો સુગઠીત શરીર સાથે સુસંસ્કૃત મન કેળવશે અને તેનો લાભ સમગ્ર સમાજને થશે. માન. વડાપ્રધાનનું દિવા સ્વપ્ન છે કે સમાજની સાથે સાથે રાજનેતાઓનું જોડાણ થી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, મોદજ ગામે નિર્માણ થનારા રમતગમતના મેદાનમાં ઉત્પન્ન થનાર માનવદિન 537, લેબર રકમ 1,23,062/- મટીરીયલ રકમ 80,148/- સાથે કુલ રકમ 2,03,210/- ખર્ચ થનાર છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાની સૌપ્રથમ લાઈબ્રેરી મોદજ ખાતે બનનાર છે. 14માં નાણાપંચમાં જે ખૂટતી કડીઓ હતી તેનો નિકાલ કરી સદંતર પારદર્શિતાની દિશામાં અગ્રેસર કદમ તે સરપંચ તથા તલાટીની ડિજીટલ સિગ્નેચર દ્વારા ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા 15માં નાણાપંચના ચૂકવણમાં સરકારે અમલી બનાવી છે. મોદજ ગામને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, સ્ટેમ્પ ડ્યુટી, 15મું નાણાપંચ (તાલુકા કક્ષા), 15 ટકા વિવેકાધિન ગ્રાન્ટ, એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાંથી રૂ 21,30,000/- ની તોતીંગ ગ્રાન્ટ ચાલુ વર્ષમાં મળવાપાત્ર છે.

આ પણ વાંચો : surat : ફરાર માથાભારે શખ્શ આખરે પોલીસ ગિરફ્તમાં, મહારાષ્ટ્રની એક હોટલમાંથી ઝડપાયો આરોપી

આ પણ વાંચો : Canada-US Border Tragedy: 4 ગુજરાતીઓના કથિત મૃત્યુ બાદ આરોપી Steve Shandને અમેરિકી કોર્ટ સમક્ષ કરાશે હાજર

g clip-path="url(#clip0_868_265)">