Kheda: કોંગ્રસેના વધુ એક પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ ! ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાને લઈ ચર્ચા તેજ
ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માની નિમણૂંક બાદ કોંગ્રેસના (Congress) ચાર પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ ભાજપમાં ભળી જતાં હાઈકમાન્ડ પણ નારાજ થયા છે. ત્યારે હવે છેલ્લા છ મહિનામાં પાંચમા પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ભાજપમાં જોડાશે.
વિધાનસભા ચૂંટણીને (Assembly elections)લઇને કોંગ્રેસ (Congress)માં ફરી ધોવાણની સીઝન શરુ થઇ છે. મળતી માહિતી પ્રમાણે મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ભાજપ (BJP)માં જોડાઇ શકે છે. ગૌતમ ચૌહાણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બે દિવસ પહેલા જ મુલાકાત કરી હતી. હવે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. આ પહેલા કોંગ્રેસના ઘણા આગેવાનો પણ કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે. ત્યારે હવે ગૌતમ ચૌહાણના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.
વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટા
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) પહેલા કોંગ્રેસમાં ધોવાણની સીઝન શરુ થઇ ગઇ છે. ત્યારે હવે વરસોલા ગામના વતની અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હવે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડશે. વર્ષ 2012 તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને મહેમદાવાદ (Mahemdabad) બેઠક પર તેમનો વિજયી થયો હતો. જો કે વર્ષ 2017ની ચૂંટણી તેઓ હારી ગયા હતા.
ગૌતમ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય છે. જો કે થોડા સમયથી તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ છે. ત્યારે હવે ટુંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે.ર્વ ધારાસભ્યની સાથે સાથે તેમના ભત્રીજા અને આઈ.ટી. સેલના પ્રમુખ અલ્પેશ ડાભી પણ કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ મહેમદાવાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસમાં નારાજગીનો દૌર
વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાં નારાજગીનો દૌર શરુ થયો છે. જયરાજસિંહ પરમાર, દિનેશ શર્મા જેવા આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસના કયા ધારાસભ્યો ભાજપમાં જોડાયા
મહત્વનું છે કે ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માની નિમણૂંક બાદ કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ ભાજપમાં ભળી જતાં હાઈકમાન્ડ પણ નારાજ થયા છે. ત્યારે હવે છેલ્લા છ મહિનામાં પાંચમા પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ અગાઉ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ પણ કેસરિયા ધારણ કર્યા છે. અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા) ભાજપમાં જોડાઇ ચુક્યા છે. હવે કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલતા ગૌતમ ચૌહાણ પણ ભાજપનો ખેસ ધારણ કરશે.
હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.