Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ગાંધીનગરમાં GIFT સિટીની મુલાકાત લેશે. કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે.

Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:55 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવશે. 15,16 જુલાઈના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat visit) દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અલગ અલગ સ્થળે સભાઓ પણ સંબોધશે. જો કે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અન્ય કાર્યક્રમો પણ ગોઠવાઇ શકે છે.

ફરી બે દિવસના પ્રવાસે આવશે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત એક પછી એક ગુજરાતના પ્રવાસ યોજાઇ રહ્યા છે. બે દિવસ પહેલા એટલે કે 4 જુલાઇએ જ ગાંધીનગરના મહાત્મા મંદિરથી તેમણે ડિજિટલ સપ્તાહનું આયોજન કર્યુ હતુ. ત્યારે હવે ફરી 15 જુલાઈએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન 15 અને 16 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાવાના છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.

ગાંધીનગરમાં ગિફટ સિટીની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની વાત કરીએ તો GIFT સિટીની મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત પણ હશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

વડાપ્રધાનના અન્ય કાર્યક્રમ ગોઠવાય તેવી પણ શક્યતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે નવુ કેમ્પસ બન્યુ છે. તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરી શકે છે. તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે. તો હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. તો હજુ પણ અન્ય કેટલાક કાર્યક્રમો ગોઠવાય તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છના લાલચોકની તેમની જનસભા ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી તેઓ કચ્છમાં જનસભા સંબોધવાના છે.

 

g clip-path="url(#clip0_868_265)">