Kheda: ડાકોરમાં અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની 250મી રથયાત્રા નીકળશે

દર વર્ષ રથયાત્રામાં પ્રભુનું ચાંદી અને પિત્તળના રથમાં વિચરણ કરાય છે. જયારે કાષ્ટનો રથ મંદિરમાં મૂકવામાં આવે છે અને તે રથ પર શ્રીજીનું અધિવાસન થાય છે.

Kheda: ડાકોરમાં અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની 250મી રથયાત્રા નીકળશે
Dakor Mandir
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 23, 2022 | 2:16 PM

છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણના કારણે ડાકોર (Dakor) માં રથયાત્રા (Rathyatra) ની ઉજવણી સીમિત રહી હતી. જેથી આ વર્ષે ખેડા (Kheda) જિલ્લાના ડાકોરમાં રાજા રણછોડજીની શાહી સવારી નીકળનાર છે ત્યારે રણછોડરાય મંદિર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વર્ષ 250મી રથયાત્રા નીકળશે. જેમા પ્રભુને દૈદિપ્યમાન શ્રૃંગાર, વસ્ત્રો ધારણ કરાવવામા આવનાર છે . પ્રભુના અવર્ણનીય સ્વરુપના દર્શન કરવા રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકજનો ઉમટી પડતા હોય છે ત્યારે ડાકોર મંદિરની રથયાત્રામાં ત્રણ પૈકી ચાંદી, પિત્તળ અને કાષ્ટનો રથ મુખ્ય છે. રથના મરામત અને રંગકામની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. ભગવાનના વિચરણ કરવાના રથ ઉપરાંત રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા સાધનો, ઓજારોને પણ રંગકામ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષ રથયાત્રામાં પ્રભુનું ચાંદી અને પિત્તળના રથમાં વિચરણ કરાય છે. જયારે કાષ્ટનો રથ મંદિરમાં મૂકવામાં આવે છે અને તે રથ પર શ્રીજીનું અધિવાસન થાય છે. રથયાત્રાની પૂર્વતૈયારીનું મંદિરમાં શ્રદ્વા અને આનંદભેર કામગીરી થઇ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

ડાકોરમાં રથયાત્રાના દિવસે સૌ પ્રથમ સવારે ભગવાન રાજા રણછોડજીની મંગળા આરતી થશે, મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવશે, કેસર સ્નાન પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ ગોપાલલાલજી મહારાજનું ઘુમ્મટમાં રથ લાવી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને ઘુમ્મટમાં જ 11 પરિક્રમા કરાવવામાં આવશે, દસ વાગ્યાના અરસામાં ભગવાન નગરચર્યાએ નીકળશે, જેમાં સૌપ્રથમ ભગવાન તેમની ગૌશાળા એટલે કે લાલબાગે પહેલો પડાવ કરી ત્યાં ભગવાનની આરતી કરવામાં આવશે અને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનના રથ ત્યાંથી નીકળી વડા બજારમાં થઈ ભરત ભુવનવાળા રસ્તેથી નરસિંહ ટેકરી પહોંચશે. ત્યાં પણ ભગવાનનો બીજો પડાવ કરવામાં આવશે. ત્યાં ગોપાલલાલજીની આરતી થશે અને પ્રસાદ ધરાવવામાં આવશે.

ત્યારબાદ ભગવાન રાધાકુંડે પહોંચી ત્યાં રાધાજીની મુલાકાત લેશે. ત્યાં પણ ભગવાનને આરતી અને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન ત્યાંથી હાથી પર બિરાજમાન થઈ દશામાતાના મંદિરે થઈ મુખાતલાવડી પહોંચશે. અહીં પણ ભગવાનનો એક પડાવ કરવામાં આવશે. ભગવાનની આરતી અને પ્રસાદ ધરાવી ત્યાંથી ભગવાન ગાયોના વાડા જવા નીકળશે. મુખા તલાવડીથી ગાયોના વાળા ભગવાન રથમાં બિરાજીને જશે. ત્યાં આગળ ભગવાન તેમની ગાયોની મુલાકાત લેશે. ત્યારબાદ ત્યાં ભગવાનની આરતી અને પ્રસાદ ધરાવવામાં આવશે. ત્યાંથી રથમાં નીકળી ભગવાન રણછોડપુરા પહોંચશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રણછોડપુરા પણ એક પડાવ કરી આગળ વધી ભગવાન માખણીયા આરે પહોંચી ભગવાન ત્યાં પણ બિરાજમાન થઈ ભગવાનની આરતી થશે. ત્યાંથી કેવડેશ્વર મહાદેવ પહોંચી કેવડેશ્વર મહાદેવથી ભગવાનને હાથી પર બિરાજમાન કરી વેરાઈ માતાના મંદિરે થઈ ભગવાન લક્ષ્મીજી મંદિરે પહોંચી લક્ષ્મીજીની મુલાકાત લઇ પોતાના નિવાસ સ્થાન એટલે કે નિજ મંદિરમાં આવશે. મંદિરે આવી સૌપ્રથમ ભગવાનની ઇન્ડિ પિંડી એટલે કે નજર ઉતારવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">