ગુજરાતના યાત્રાધામો પરથી કોરોનાનું ગ્રહણ હટ્યુ, રાજ્યનાં ચાર મુખ્ય મંદિરની આવક પહોચી કરોડોમાં

ગુજરાતના યાત્રાધામો પરથી કોરોનાનું ગ્રહણ હટ્યુ, રાજ્યનાં ચાર મુખ્ય મંદિરની આવક પહોચી કરોડોમાં
Income is increasing in famous temples of Gujarat

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ 6 મહિના જેટલો સમય મંદિરો (Temples) ભક્તો માટે બંધ રહ્યા હતા. જો કે હાલમાં આ મંદિરો ભક્તો માટે ખુલી જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓએ (devotees) મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

May 25, 2022 | 3:14 PM

કોરોનાકાળમાં સામાન્ય માણસના ધંધા-રોજગાર તો ઠપ થઇ જ ગયા હતા. સાથે જ ગુજરાતના (Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામોમાં દર્શન માટે આવતા ભક્તોની (Devotees) સંખ્યા ઓછી થઇ જતા આવક ઘટી ગઇ હતી. જો કે હવે ગુજરાત સહિત દેશભરમાં કોરાનાના કેસ ખૂબ જ ઓછા થઇ ગયા છે. કોરોનાની મહામારીને લઇને સરકારની SOP માં છુટછાટ અપાતા ગુજરાતના મંદિરમાં (Temples) ભક્તોનો ધસારો વધી રહ્યો છે અને તેની સાથે દાનની સરવાણી પણ થઇ રહી છે. વર્ષ 2021-22માં ગુજરાતના મુખ્ય ચાર યાત્રાધામોમાં દાનની આવકમાં વધારો થયો છે.

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ 6 મહિના જેટલો સમય મંદિરો ભક્તો માટે બંધ રહ્યા હતા. જો કે હાલમાં આ મંદિરો ભક્તો માટે ખુલી જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, સોમનાથ, ડાકોર અને દ્વારકાના મંદિરોમાં દાનનો ધોધ વહી રહ્યો છે. વર્ષ 2021-22માં આ મંદિરોમાં કરોડોનું દાન મળ્યુ છે. કોરોનાકાળ પહેલા આ મંદિરોમાં જે આવક થતી હતી. હાલમાં પણ તે પ્રમાણેની જ આવક થવા લાગી છે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિરમાં ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. મંદિરની આવકની વાત કરીએ તો વર્ષ 2019-20માં મંદિરમાં 46.3 કરોડની આવક હતી. જો કે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ થઇ છે.

ડાકોરનું રણછોડરાય મંદિર

ડાકોરમાં આવેલા ભગવાન રણછોડરાય મંદિરને 2021-22માં દાન પેટે 14.2 કરોડ રૂપિયા મળ્યા છે. કોરોનાકાળ પહેલા એટલે કે 2019-20માં તેનો આંકડો 14 કરોડ હતો. 2020-21માં આવક ઘટીને 7.5 કરોડ રૂપિયા થઈ હતી.

દ્વારકાધીશ મંદિર

દ્વારકા મંદિરમાં પણ ભક્તોનો ધસારો વધી રહ્યો છે. જેના પગલે દાનની રકમ પણ વધી રહી છે. જ્યારે મંદિર ફરીથી ખુલ્યું ત્યારે મહામારી પહેલાના સમયની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ ગઈ હતી. જો કે, તેમાં હવે 20 ટકાનો વધારો થયો છે. દાનની આવક પણ વધી છે. દ્વારકાધીશ મંદિરની આવક જે 2019-20માં 11.03 કરોડ હતી, તે ઘટીને 2020-21માં 6.44 કરોડ થઈ હતી. જો કે વર્ષ 2021-22માં દાનની આવક વધીને 13 કરોડ રૂપિયા થઈ છે.

અંબાજી મંદિર

કોરોનાકાળમાં ગુજરાતનું અંબાજી મંદિર જ એક માત્ર એવું હતુ કે જેણે મહામારી પહેલાના વર્ષમાં પણ આવકમાં વધારો નોંધાવ્યો નહોતો. જો કે વર્ષ 2021-22માં અંબાજી મંદિરની આવક પણ વધી છે. વર્ષ 2020-21માં આવકમાં એકદમથી ઘટાડો થયો હતો. કારણ કે મંદિર મુખ્ય તહેવારો પર બંધ રહ્યું હતું. ‘2019-20માં દાનનો આંકડો 51.63 કરોડ હતો, જે 2020-21માં ઘટીને 31.92 કરોડ થયો હતો. 2021-22માં 47.76 કરોડનું દાન મળ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati