નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા.

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું
પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 12:10 PM

નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર 14 માર્ચની વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા હતાં. ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હતા. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન હતું. પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે યુવકોની બાઇકને ટક્કર મારવામાં આવી હતી.

અમદાવાદના ચાર યુવકોના મોતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ અકસ્માત નહોતો પણ અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બનવા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. અગાઉની માથાકુટમાં અમદાવાદથી 8 યુવકો બાઈક અને સ્કૂટર લઇને નડિયાદ ઝઘડો કરવા આવ્યા હતા અને નડિયાદમાં રવિ ગોપાલ તળપદા, ધર્મેશ કાળુભાઈ તળપદા, અને વિજય અરવિદ તળપદા સાથે સરદાર ભવન પાસે ઝઘડો થયો હતો.

આરોપીઓ સ્થાનિક હોવાથી અમદાવાદથી આવેલા આઠેય છોકરાઓ ઝગડો મોટો થાય તો માર પડવાની બીકે અમદાવાદ જવા જુના નેશનલ હાઇવે પર નીકળી ગયા હતા. જ્યારે આરોપીઓએ સ્કોર્પિયો કારમાં અમદાવાદના યુવકોનો પીછો કરી બાયપાસ પર બે વખત બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકો વધારે ગભરાઈ ગયા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા. બાઈકનો એક્સિડેન્ટ થતા આરોપીઓ સ્કોર્પિયો લઇ ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમં બહાર આવ્યું હતું કે મૃતકો જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.૨૩, રહે. અમરાઈવાડી, અમદાવાદ) -હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. ૧૯, રહે. અમદાવાદ) -નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.૨૨,રહે. અમરાઈવાડી, અમદાવાદ) -સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. ૧૭,રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને નડિયાદમાં પ્રેમ પ્રકરણની બાબતમાં આરોપીઓ સાથે ઝગડો થયો હતો.

હાલમાં માતર પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને નડિયાદના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકઠા કરી વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

આ પણ વાંચોઃ Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

g clip-path="url(#clip0_868_265)">