Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

અમદાવાદ પોલીસ દ્વારા વારંવાર નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવે છે. અનેક જાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવે છે. આમ છતાં અમદાવાદના નાગરિકો ટ્રાફિક નિયમોના ભંગના કારણે વારંવાર પકડાતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 7:02 AM

ગુજરાતમાં (Gujarat) હોળી-ધૂળેટીના તહેવારના પગલે યુવાનો ભાન ભુલી ભાંગ અને દારુ સહિતનો નશો કરતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તહેવાર પહેલા જ અમદાવાદ (Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસ વધુ સતર્ક બની હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ (Drink And Drive) કરનારાને પકડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બે દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે (Traffic police) અલગ અલગ વિસ્તારમાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 84 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5 દિવસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનું આયોજન કરાયું છે. ત્યારે 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. 250 પોઈન્ટ બનાવીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસ ચેકિંગ કરી રહી છે. તેમજ અલગ અલગ પોઈન્ટ પર બ્રેથ એનલાઈઝર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ ઝોનમાં કેસ નોંધાયા છે. જેમાં ઝોન-1માં 10, ઝોન-2માં 15, ઝોન-3માં 7, ઝોન-4માં 21 કેસ કરવામાં આવ્યા તેમજ ઝોન-5માં 12, ઝોન-6માં 6, ઝોન-7માં 4 કેસ કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ દ્વારા વારંવાર નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવે છે. અનેક જાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવે છે. આમ છતાં અમદાવાદના નાગરિકો ટ્રાફિક નિયમોના ભંગના કારણે વારંવાર પકડાતા હોય છે.

આ પણ વાંચો-Ahmedabad : નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં, રોડ કપાતની નોટિસો બાદ સ્થાનિકોનો વિરોધ

આ પણ વાંચો-જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">