AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને વડાપ્રધાનનું સંબોધન, કહ્યુ ‘ભૂકંપ બાદ કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે’

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે.

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને વડાપ્રધાનનું સંબોધન, કહ્યુ 'ભૂકંપ બાદ કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે'
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 3:34 PM
Share

કચ્છના (Kutch) ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં (Kutch University Ground) જનસભાને સંબોધિત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાંખી. જે પ્રકારે કચ્છ બેઠું થયું એ જ રીતે તમામ અવરોધોને પાર કરી ભારત પણ વર્ષ 2047માં વિકસીત રાષ્ટ્ર બનશે તેમ વડાપ્રધાને જણાવ્યું.

કચ્છી ભાષાથી સંબોધનની શરુઆત

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે. કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. અનેક લોકોના આંસુથી સ્મૃતિવનના પથ્થરો સિંચાયા છે. રોડ શોમાં જે સ્વાગત થયુ અને ત્યાર બાદ સ્મૃતિવનના મેમોરિયલમાં હું ગયો તો ત્યાથી બહાર આવવાની ઇચ્છા જ નહોંતી થતી.

દુનિયાના સારા સ્મારકોને ટક્કર મારે તેવુ સ્મૃતિવન બનાવાયુ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાને કહ્યુ કે, સ્મૃતિવનમાં પ્રદર્શન નિહાળીને જુની યાદો તાજી થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, આપણુ સ્મૃતિવન દુનિયાના સારા સ્મારકોની તુલનામાં એક પગલુ પણ ઓછુ નથી. શાળાના બાળકોને આ સ્મૃતિવન અવશ્ય બતાવવું જોઇએ. મુખ્યપ્રધાન બન્યો ત્યારે મારા સેવાકાર્યોના અનુભવોએ મારો સાથ આપ્યો. મે ત્યારે જ નક્કી કરેલુ હતુ કે તમારા દરેક દુખમાં હું ભાગીદાર બનીશ.

‘કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગ્યુ’

વડાપ્રધાને જણાવ્યુ કે, 2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે. આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.

‘કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે’

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દેશમાં ગુજરાતને બદનામ કરવા અનેક ષડયંત્રો કરાયા છે. જો કે ભૂકંપ પછી ઊભા થયેલા કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, કચ્છની દાબેલી, ભેળપુરી, છાશ અને ખારેક દુનિયાભરમાં વખણાય છે. કચ્છમાંથી અનેક ફળ આજે વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, તેમાં કચ્છના કમલમ ફ્રુટની પણ બાદબાકી ન થઇ શકે.

‘દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય’

કચ્છમાં 2001ના વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના કચ્છમાં 2003 માં કરવામાં આવી હતી, જ્યારે ત્યાં 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે. સાથે વડાપ્રધાને એવુ પણ કહ્યુ કે, દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય. કચ્છમાંથી જ દેશનું 30 ટકા મીઠુ ઉત્પન્ન થાય છે. કચ્છમાં જ દુનિયાના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટ છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન કેપિટલમાં ગુજરાતનું મોટુ યોગદાન હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યુ હતુ.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">