Kutch : નખત્રાણામાં મેધાની તોફાની બેટિંગ, વીજળી પડતા એક સગીર સહિત 30 ઘેટા-બકરાનાં મોત

|

Jul 03, 2022 | 11:07 AM

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના (Nakhtrana Taluka) ખારડીયામાં વીજળી પડતા સગીરનું મોત નિપજ્યું છે.

Kutch : નખત્રાણામાં મેધાની તોફાની બેટિંગ, વીજળી પડતા એક સગીર સહિત 30 ઘેટા-બકરાનાં મોત
lightning strikes in Nakhtrana

Follow us on

સમગ્ર રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક મેઘરાજાની ધીમી સવારી તો ક્યાંક રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં(Kutch)  ગઈકાલે મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના (Nakhtrana Taluka) ખારડીયામાં વીજળી પડતા સગીરનું મોત નિપજ્યું છે. માહિતી મુજબ ખારડીયા ગામની સીમમાં એક સગીર પશુ ચરાવતો હતો તે દરમિયાન વીજળી પડી હતી. જેને પગલે સગીર સહિત 30 જેટલા ઘેટા-બકરાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

કેનાલ બેસી જતા વાહનવ્યવહાર અટવાયો

ઉપરાત ભારે વરસાદને કારણે કચ્છ જિલ્લાના ભૂજ-માંડવી હાઈવે (Bhuj Highway) પર કોડાય પુલ પાસે નર્મદા કેનાલ બેસી જવાની ઘટના સામે આવી હતી. હાઈવે નીચે અંડરગ્રાઉન્ડ બનાવેલી કેનાલ બેસી જતા રોડ પણ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. પરિણામે વાહનવ્યવહાર પણ અટવાયો હતો.

સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ ગુજરાતના આણંદના(Anand)  સીસ્વામાં ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.તો બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ભાડથર, ભાટેલ, કેશોદ ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલ(gondal)  તાલુકામાં ભારે વરસાદને પગલે લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા.બોટાદના રાણપુરની સુખભાદર નદી બે કાંઠે વહેવા લાગી.તો અમરેલીના (Amreli) ધારી પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો.. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પણી ફરી વળ્યા. તો ગીરસોમનાથના વેરાવળ અને દેવભૂમિદ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

Published On - 9:54 am, Sun, 3 July 22

Next Article