દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે મહેરબાન, તો કચ્છીઓએ બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે તેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ(heavy Rains)  પડશે.જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે મહેરબાન, તો કચ્છીઓએ બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે તેવી સ્થિતિ
Gujarat Weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 11:50 AM

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના(Saurashtra) અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે અમદાવાદમાં વરસાદની શકયતા નહીવત છે.આગામી ત્રણ દિવસ સુધી સારો વરસાદ નહીં પડે તેવી હવામાન વિભાગે આગાહી (IMD) કરી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ(heavy Rains)  પડશે.જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે.તો સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે.જયારે ખે઼ડા અને ગાંધીનગર શહેરમાં હળવો વરસાદ પડી શકે છે.તો ઉતર ગુજરાત અને કચ્છમાં (kutch) ઉનાળા જેવી ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે.જો કે હજુ આગામી ત્રણ દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

અમદાવાદમાં કેવુ રહેશે વાતાવરણ ?

જો વિગતે હવામાનની વાત કરીએ તોઆજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 31 અને મહતમ તાપમાન 42 રહેશે. તેમજ વરસાદની કોઈ શક્યતા નથી.પરંતુ અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે, કારણ કે દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 38 રહેશે.તેમજ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 41 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 42 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 42 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ દિવસ દરમિયાન મોટાભાગે 65 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે.તેમજ વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

આ શહેરોમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ આજે વરસાદ થવાની કોઈ પણ સંભાવના નથી.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 39 રહેશે.

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 39 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે 57 ટકા જેટલુ વાદળછાયુ વાતાવરણ રહેશે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ શહેરમાં 50 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે.તો દ્વારકા વાસીઓ આજે ગરમીનો અનુભવ કરશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 31 અને મહતમ તાપમાન 43 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ પણ શક્યતા નથી.જેથી સૂરજ દેખાશે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ 50 ટકા જેટલી વરસાદની શક્યતા છે.

કચ્છીઓને  ગરમીનો અનુભવ થશે

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ વરસાદની નહિવત સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ 40 ટકા જેટલી વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 40 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈપણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.જેથી શહેરીજનોને ગરમીનો અનુભવ થશે.

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 42 રહેશે.તેમજ 54 ટકા જેટલુ ભેજ વાતાવરણ રહેશે, પણ વરસાદ થવાની કોઈપણ શક્યતા નથી.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 42 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 42 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદની આજે કોઈ પણ શક્યતા નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન 31 અને મહતમ તાપમાન 43 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 38 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 જોવા મળશે,પણ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 41 નોંધાશે, તો દિવસ દરમિયાન સુરજના દર્શન થશે.તો પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વાતાવરણ રહેશે.ઉપરાંત સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 38 નોંધાશે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 30 અને મહતમ તાપમાન 42 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 33 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, પણ વરસાદની કોઈ પણ સંભાવના છે.તેમજ સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 40 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના આપવામાં નથી.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે.સાથે જ શહેરીજોનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 40 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 32 નોંધાશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">