Women’s Day Special: કચ્છમાં પશુપાલન ક્ષેત્રે કામ કરતી મહિલાઓ શ્રેષ્ઠ કામગીરી માટે કરવામાં આવી સન્માનિત

ગ્રામીણ વિસ્તારની બહેનો જાતે 5થી 15 પશુઓનું પાલન કરીને દર મહિને 15,000થી 65,000 રૂપિયાનું દૂધ વેચાણ કરી પોતાની આજીવિકા સ્વમાનભેર ઊભી કરી છે.

Women's Day Special: કચ્છમાં પશુપાલન ક્ષેત્રે કામ કરતી મહિલાઓ શ્રેષ્ઠ કામગીરી માટે કરવામાં આવી સન્માનિત
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 08, 2023 | 8:39 PM

કચ્છ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરીને સમ્માનિત કરવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી 10 ગામની મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે પૈકી વિશિષ્ટ રીતે કામ કરતી 15 મહિલાઓનું મહાનુભાવોને હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ગ્રામીણ વિસ્તારની બહેનો જાતે 5થી 15 પશુઓનું પાલન કરીને દર મહિને 15,000થી 65,000 રૂપિયાનું દૂધ વેચાણ કરી પોતાની આજીવિકા સ્વમાનભેર ઊભી કરી છે. તેમજ ખેતી માટે જરૂરી ખેતીમાં જરૂરી સેન્દ્રિય ખાતર પણ બનાવે છે.

કચ્છના મુંદરા તાલુકાના 19 ગામના 17,299 પશુઓની સારવાર તથા રસીકરણ કરીને 739 પશુપાલકોને મદદરૂપ થનાર જિલ્લા પંચાયત સંચાલિત મુંદરા પશુ દવાખાનાના ડોક્ટરો તથા પશુ નિરક્ષકોને તેની આ માટે અવિરત કામગીરી કરીને સાચા અર્થમાં કર્મવીરો સાબિત થયા તે બદલ તમામનું બહુમાન કરવામાં આવ્યું હતું.

ભોપાવાંઢ ગામના ઉતમ પશુપાલક મહિલા રબારી હીરૂબેન લાખાભાઈએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે “ગાય આંગણે હોય તો આંગણું ભર્યું ભર્યું લાગે અને તેમનું પાલન કરવાથી દૂધ વેચાણ કરી પરિવાર પણ ચાલે અને ખેતી માટે ઉત્તમ ખાતર પણ મળે.“ જ્યારે નવીનાળ ગામના દમયંતિબેન વોરાએ કહ્યું કે “ખેતી સાથે પશુપાલન પોસાય તેવો ધંધો છે, અને ડેરીની વ્યવસ્થા હોવાથી ભાવ પણ સારા મળે છે.“

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

તો મેઘબાઈ મહેશભાઇ જસાણી ભુજપુરવાળા એ પોતાનો અનુભવ જણાવ્યો હતો કે આજે અમે જે કામ કર્યું તેની કદર થઈ તે ગમ્યું અને અમારી જેવી બહેનોનો ઉત્સાહ વધારવાનું કામ અદાણીએ કર્યું છે. આ સ્વસહાય જુથને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત વિવિધ રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે “પશુપાલન થકી પરિવાર પાલન“ માટે 8 વર્ષ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા પંજતનપીર વાડી વિસ્તારમાં કાર્યરત મહિલાઓનું બનેલ સ્વસહાય જુથને તેમની જરૂરિયાતને ધ્યાને લઈને અદાણી ફાઉન્ડેશન તરફથી 14 મહિલાઓને એક-એક ગાય આપવાનું નક્કી કરેલ જેના પ્રતિકરૂપે તેમને ગાય આપીને સન્માનીત કરવામાં આવેલ.

આ બહેનોએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યુ કે “ આ ગાય અમોને માવતર તરફથી મળેલ હોય તેવો ભાવ થાય છે અમો તેનું પાલન કરી અમારા પરિવારને ઉપયોગી થઈશું. મહિલા દિવસના એક દિવસ પહેલા અદાણી દ્રારા સ્વનિર્ભર બનેલ આવી મહિલાઓનુ સન્માન કરાયુ હતુ.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">