Kutch: મહિલા પોલીસ કર્મીની શ્રદ્ધા, શક્તિ અને સાહસનાં સમન્વયે વૃદ્ધાને પહોચાડી રામકથામાં, વિડિયો જોઈને તમે પણ કહી ઉઠશો ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા’
મહિલા પોલીસ કર્મીની આ કામગીરીને લઇને પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ તેમને બિરદાવ્યા છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ ટ્વીટ કરી બહેનના કાર્યની પ્રસંશા કરી છે.
સામાન્ય રીતે જનતા અને પોલીસ વચ્ચે એક કાયદાનું મોટુ અંતર જોવા મળતુ હોય છે. લોકો પોલીસના નામ પર જ ડરતા જોવા મળે છે. જો કે કચ્છમાં એક મહિલા પોલીસ કર્મીનો એક સેવારૂપી ચહેરો જોવા મળ્યો. સોશિયલ મિડીયામાં કચ્છના (Kutch) રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલાની સેવાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા આ મહિલા પોલીસ કર્મીની (Women police personnel) માનવતા, હિંમત અને સેવાને જોઇને સૌ કોઇ તેની પ્રશંસા કરી રહ્યા છે. ધોળાવીરાથી 10 કિ.મી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે ગત મહિને મોરારી બાપુની રામકથા યોજાઈ હતી.પરંતુ ત્યા પહોંચતા સમયે એક 85 વર્ષીય વૃધ્ધા બીમાર પડી ગયા હતા. રાપર પોલીસ સ્ટેશનની (Rapper Police Station) મહિલા કર્મીએ પ્રાથમિક સારવાર સાથે વૃધ્ધાને 5 કિ.મી ખભે બેસાડીને ચાલી અને સલામત સ્થળે પહોચાડ્યા હતા.
ખડીર વિસ્તારના દુર્ગમ રણ વિસ્તારમાં ગત મહિને મોરારી બાપુની કથાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કથા દરમિયાન ઘણા ભાવિકો ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિરના દર્શન કરવા પણ ગયા. આ દરમિયાન એક 85 વર્ષીય વૃધ્ધા પણ ત્યા દર્શન કરવા ગયા હતા.જો કે ત્યાં અચાનક તેમની તબીયત લથડી ગઇ હતી. અડધો ડુંગર ચઢતા સુધીમાં જ તેઓ ચક્કર ખાઇને બેભાન થઇ ગયા હતા. આ વખતે બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમાર આ વૃધ્ધાની વ્હારે આવ્યા હતા. તેઓ પાણી લઈને તાત્કાલિક 5 કિ.મી દોડતા ત્યાં પહોંચ્યા હતા અને વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં આ મહિલા પોલીસ કર્મીએ તેમના ખભા 5 કિમી સુધી વૃદ્ધાને ખભે ઉંચકીને ચાલ્યા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.
ગૃહમંત્રી સ્થાનીક પોલીસે કાર્યને બિરદાવ્યુ
પોલીસ સામાન્ય લોકો માટેનો આવો લાગણીસભર વ્યવહાર ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે મહિલા પોલીસ કર્મીની આ કામગીરીને લઇને પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ તેમને બિરદાવ્યા છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ પણ ટ્વીટ કરી બહેનના કાર્યની પ્રસંશા કરી છે. ભચાઉના DYSP કે. જી. ઝાલાએ ગર્વ સાથે મહિલા કર્મચારીએ કરેલા કાર્યને વખાણ્યુ હતુ. તો સાથે જ કચ્છ પોલીસના અનેક જવાનોએ મહિલા પોલીસ કર્મચારી પ્રત્યે સોશિયલ મિડીયામાં પોતાની લાગણીની વ્યક્ત કરી છે.
“खाखी की मानवता”
कच्छ के रापर में मोरारीबापू जी की कथा सुनने हेतु पैदल चलते जा रहे 86 वर्षीय बुजुर्ग को स्वास्थ्य परेशानी होने के कारणवश, एक महिला पुलिस अधिकारी वर्षाबेन परमार जी ने उन्हे 5 कि.मी तक अपने कंधों पर बिठाकर गंतव्य स्थान तक पहुंचाकर सेवा का उत्कृष्ट उदाहरण पेश किया। pic.twitter.com/FZxTLWVbGD
— Harsh Sanghavi (@sanghaviharsh) April 22, 2022
આ મહિલા પોલીસ કર્મીએ આ વૃદ્ધા સુધી ન માત્ર પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી, પરંતુ તેમને આકરી ગરમીમાં ઊચકીને મોરારી બાપુના રામકથાના સ્થળે પહોંચાડ્યા હતા. ત્યારે આ મહિલા પોલીસ કર્મીની બહાદુરી સાથે માનવતા દાખવવાનો આ કિસ્સો ન માત્ર સમાજ પરંતુ અન્ય પોલીસ કર્મીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો