ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું, સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ

નારાયણ પટેલનો આક્ષેપ છે કે ઉંઝા APMCમાં સિક્યોરિટીના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે અને ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા અમૃત પટેલના દીકરા દિનેશ પટેલને ક્લાર્કમાંથી ઓફિસર તરીકે બઢતી આપી ત્રણ-ત્રણ પગાર વધારાનો લાભ અપાયો હતો. બીજીતરફ ઊંઝા APMCના ચેરમેને નારાયણ પટેલના આક્ષેપ ફગાવી દીધા છે.

ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું,  સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ
Unjha APMC (File photo)
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 22, 2022 | 7:58 AM

એશિયાનું સૌથી મોટું ઊંઝા (Unjha) માર્કેટયાર્ડ ફરી એકવાર વિવાદ (controversy) માં સપડાયું છે. હજુ થોડા સમય પહેલા જ કરોડોના સેસ કૌભાંડ (scam) ના આક્ષેપોને કારણે ઊંઝા APMCની છાપ ખરડાઈ હતી. ત્યાં હવે સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ છે. ભાજપ (BJP) ના સત્તાધીશો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વપ્રધાન સામસામે આવી ગયા છે. પૂર્વ પ્રધાન નારાયણ પટેલે ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નારાયણ પટેલે મુખ્યપ્રધાન અને રાજ્યના સહકાર પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે.

નારાયણ પટેલનો આક્ષેપ છે કે ઉંઝા APMCમાં સિક્યોરિટીના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. તેમનો આક્ષેપ છે કે APMCના ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા અમૃત પટેલના દીકરા દિનેશ પટેલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. જેને તારીખ 12 ઓગસ્ટ 2021ના રોજ ક્લાર્કમાંથી ઓફિસર તરીકે બઢતી આપવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત ત્રણ-ત્રણ પગાર વધારાનો લાભ અપાયો હતો. એવો નિયમ છે કે કોઈ ડિરેક્ટર તેની સાથે લોહીનો સંબંધ ધરાવનારને આ પ્રકારનો લાભ આપી શકતો નથી. જેથી નારાયણ પટેલે અમૃત પટેલને ડિરેક્ટર પદેથી દૂર કરવા અને દિનેશ પટેલને અપાયેલા લાભ પરત ખેંચવા માંગ કરી છે.

તો બીજીતરફ ઊંઝા APMCના ચેરમેને નારાયણ પટેલના આક્ષેપ ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે સિક્યોરિટીના કોન્ટ્રાક્ટમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો. તેમણે કહ્યું કે તેમના ચેરમેન બન્યા બાદ કોઈ નવી ભરતી કરવામાં નથી આવી. અગાઉ જે કર્મચારીઓ કામ કરતા હતા તે જ કામ કરે છે. ડિરેક્ટરનો પુત્ર દિનેશ નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલના ચેરમેન સમયનો કર્મચારી છે. અને ત્યારથી અત્યાર સુધી તેને મળતા લાભોથી વંચિત રખાયો હતો. જેથી તેને મળવાપાત્ર હકો અપાયા છે. અન્ય કર્મચારીઓને પણ તેમના હકો મુજબ વળતર અપાયું છે.

આ પણ વાંચોઃ Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચોઃ Anand : સોખડા હરિધામ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી બાકરોલના આત્મીય વિદ્યાધામ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati