કચ્છ : ઉનાળાના પ્રારંભે જ મોટાભાગના ડેમો તળિયા જાટક, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કચ્છમાં (Kutch) અત્યારથી ડેમો ખાલી થઇ જતા લોકો ચિંતીત બન્યા છે. ટપ્પર સહિત 3 ડેમો કચ્છમાં નર્મદાથી પીવા માટે ભરાય છે તેવામાં ઉનાળામાં કેવી સ્થિતી થશે
હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. અને અત્યારથી જ ખેડુતો અને પશુપાલકો સહિત નાગરીકો પાણી (Water) માટે વલખા મારી ઉનાળામાં કેવી સ્થિતી થશે તેની ચિંતા કરી રહ્યા છે. કચ્છમાં (Kutch) મધ્યમ કક્ષામાં 20 ડેમમાં 20 ટકા કરતા પણ ઓછુ પાણી છે. જેમાંથી 3 મોટો ડેમ (Dam)તો તળીયા જાટક બનતા ખેતી અને પશુપાલકો ચિંતીત બની યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે.
કચ્છમાં મોટાભાગના ડેમો તળીયા જાટક, ખેડુતો અને પશુપાલકો ચિંતીત
સ્થાનીક ડેમ અને નર્મદા પર આધારીત કચ્છમાં અત્યારથી ડેમો ખાલી થઇ જતા લોકો ચિંતીત બન્યા છે. ટપ્પર સહિત 3 ડેમો કચ્છમાં નર્મદાથી પીવા માટે ભરાય છે તેવામાં ઉનાળામાં કેવી સ્થિતી થશે તેને લઇ ખેડુતો-પશુપાલકો ચિંતીત છે કેમકે ખેતીતો પિયત વિસ્તારમાંજ થશે પરંતુ પશુઓની સંખ્યા જોતા ઉનાળામાં પાણીની વિકટ સ્થિતી થાય તેવી ચિંતા વ્યક્ત કરાઇ છે. કચ્છમાં 957 MCFT પાણીના સંગ્રહ સામે માત્ર 332 MCFT જ પાણી બચ્યુ છે. અને જે જરૂરીયાત કરતા ખુબ ઓછુ છે. જેથી ઉનાળાની વિકટ સ્થિતી પહેલા પાણીની યોગ્ય વ્યવસ્થાની માંગ છે.
કચ્છમાં 20 મધ્યમ સિંચાઇ અને 175 થી વધુ નાની સિંચાઇના ડેમો છે. જેમાં કચ્છની જરૂરીયાત મુજબનુ પાણી અત્યારથી નથી કચ્છના લખપત સહિત તમામ તાલુકામાં પશુઓની વિશેષ સંખ્યા છે ત્યારે નક્કર આયોજન થાય તેવી પણ માંગ છે. કેમકે કચ્છમાં કરોડો રૂપીયાનો ખર્ચ થાય છે. પરંતુ દર ઉનાળામાં પાણીની સ્થિતી ચિંતાજનક બને છે તેવામાં જો પાણી પુરતુ નહી મળે તો મોટી માત્રામાં હિજરત થશે તેવી પણ ચિંતા પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે.
ડેમમાં પુરતા પાણીના દાવા સાથે પિવાના પાણીની સમસ્યા નહી સર્જાય તેવી સરકાર વાતો ભલે કરતી હોય પરંતુ સ્થિતી અને આંકડાઓ તેના કરતા વિપરીત છે. અને હજુ ઉનાળો આખો બાકી છે તેવામાં નક્કર આયોજન અત્યારથી નહી કરાય તો કચ્છમાં પશુઓ અને મનુષ્ય જીવન માટે મુશ્કેલી ઉભી થશે ત્યારે જોવુ રહ્યુ પીવાના પાણી માટે સરકારનુ આયોજન કેટલુ નક્કર રહે છે.