Kutch: ચોમાસા પહેલા 33 મુદ્દે આગોતરા આયોજન અંગે કલેક્ટરે કર્યાં વિવિધ સૂચનો

કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી અને મરંમત કરવા, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Kutch: ચોમાસા પહેલા 33 મુદ્દે આગોતરા આયોજન અંગે કલેક્ટરે કર્યાં વિવિધ સૂચનો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 03, 2023 | 10:09 PM

ઉનાળામાં આ વખતે જોઇએ તેટલી ગરમી પડી નથી અને હજુ પણ મે મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જો કે તે વચ્ચ કચ્છમાં આજે કલેકટરની અધ્યક્ષાતામાં પ્રિ-મોનસુન કામગીરી અંગે બેઠક મળી હતી જેમાં સંલગ્ન તમામ વિભાગને ચૌમાસા પહેલા સ્થિતી અને સાધનો અંગે જરૂરી આયોજન માટે જીલ્લા કલેકટર દ્રારા તાકીદ કરાઇ હતી. કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ 2023ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વિવિધ 33  મુદાઓ ઉપર પ્રાંત અધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરો, લાયઝન અધિકારી અને સંબંધિત અધિકારીઓને પૂર્વ તૈયારી, આયોજન અને વ્યવસ્થા કરવા અંગે સુચના સાથે પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  Surat : બ્રેઈનડેડ પ્રિતેશ રાજભરના અંગદાનથી માનવતા મહેંકી, ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

 સંદેશા વ્યવહાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા  મુદ્દાઓ અંગે થઈ ચર્ચા

ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, વાયરલેસ સિસ્ટમ, ફેકસ મશીન ચાલુ રહે તેવી સૂચના અપાઇ હતી. બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશન ચેક કરવા તેમજ ડિઝાસ્ટર વિભાગને તમામ વિભાગ પાસેના બચાવના સાધનોની યાદી બનાવવા બેઠકમાં જણાવાયુ કંટ્રોલરૂમ કાર્યરત કરવા,નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરીની પૂર્વે તૈયારી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના ડેમોની, નદીઓ કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા  અંગે સૂચનો  કરવામાં આવ્યા હતા.

તેમજ  કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી અને મરંમત કરવા, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન, પશુઓમાં રોગચાળા ના ફેલાય, આંગણવાડીમાં બાળકો સંદર્ભેની તકેદારી અંગે, નગરપાલિકાઓના ચીફ ઓફિસરોએ વરસાદી નહેરો, ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા વગેરે બાબતની પૂર્વ તૈયારી બાબતે ચર્ચા સાથે જરૂરી સૂચના કલેકટર દ્વારા આપવામાં આવ્યા હતા.

સ્થળાંતરની શાળાની માહિતી, લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી

જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો જથ્થો અગાઉથી પહોંચાડવો, અવિરત વીજ પુરવઠો જળવાય તે અંગેની વ્યવસ્થા, જિલ્લા પંચાયતનો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તથા ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરવા , જિલ્લામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં તકેદારી બાબતે, આપત્તિ સમયે પ્રસાર-પ્રસાર માધ્યમોથી લોકોને જાગૃત, સચેત રાખવા, સાવચેતીના સૂચનો વગેરે મીડીયા માધ્યમોથી પ્રસારીત કરવા અંગે  ચર્ચા કરવામાં આવી હતી.

પૂરની સ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતરની શાળાની માહિતી, લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા કરવી તેમજ અસરગ્રસ્તોને તકલીફ ના પડે તેની વ્યવસ્થા, જેસીબી, ટ્રક, સરકારી વાહનોની સ્થિતિ, કામદારોની વિગતો, ગ્રામ પંચાયત કક્ષાએ આફતની સ્થિતિ વ્યવસ્થા અંગે વરસાદ માપક યંત્રની કાર્યક્ષમતા ચકાસણી, સંબંધિત વિભાગે કંપનીઓમાં કામ કરતા કામદારોની માહિતી તથા વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">