KUTCH : રાપર અને નખત્રાણા પંથકમાં સાર્વત્રિક વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

વાગડના રાપર તાલુકામાં બુધવારે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત્રી બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:59 PM

કચ્છ જિલ્લામાં વરસાદે મહેર કરી છે. જેમાં જિલ્લાના નખત્રાણામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. નખત્રાણા પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં નેત્રા, ઉખેડા, કોટડા, કાદિયા, રસલિયા ટોડીયામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાથે જ મથલ, વિથોણ, નારણપર, સંઘડ, વવાર સહિતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નખત્રાણાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખાવડા, પાવરપટ્ટી અને નખત્રાણામાં અને અંજારમાં તોફાની વરસાદ નોંધાયો છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં રાપર તાલુકાના બેલા, મોવાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાપરમાં ગત રાત્રીથી સવારના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. અને, બપોરે 2 કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાપર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાપરમાં માલી ચોક, કોર્ટે રોડ, દેના બેંક ચોક, નગાસર તળાવ રોડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો આથમણા નાકા, સલારી નાકા, ભુતિયા કોઠા રોડ, ગેલીવાડી, તિરુપતિ નગરમાં જળબંબાકાર સર્જાયું છે. રાપર તાલુકાના બેલા, મૌઆણા જાટાવાડા, શિરાંનીવાંઢ, ધબડા બાલાસર, લોદ્વાણીમાં ચેકડેમો છલકાયા છે.

વાગડના રાપર તાલુકામાં બુધવારે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત્રી બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. સાત ઇંચ વરસાદ ખાબકતા બેલાના તમામ તળાવો ઓવરફ્લો થઇ ગયા હોવાનુ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભુપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. નજીકના મોવાણામાં પણ છથી સાત ઇંચ વરસાદ પડ્યાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">