કચ્છ: કુનરિયાની આનંદી છાંગાના પ્રસ્તાવથી સ્મૃતિ ઇરાની પ્રભાવિત થયા, દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપવાનો ધ્યેય
કેન્દ્રિય મંત્રીએ વર્ચ્યુઅલી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, આસામના એક એક અને દિલ્હીના બે તેમજ ગુજરાત કચ્છની બે દિકરીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભુજ તાલુકાના કુનરીયા ગામની 13 વર્ષની આંનદી છાંગાએ કેન્દ્રિય મંત્રીને પ્રભાવીત કર્યા હતા.
ભારત સરકાર દ્વારા શાળાએ ના જતી ૧૧ થી ૧૪ વર્ષની દિકરીઓ માટે ચાલતી “સ્કીમ ફોર એડોલેસન્ટ યોજના” તા.૩૧/૩/૨૦૨૨ના રોજ પૂર્ણ જાહેર કરી, મિશન મોડમાં લઇ જવા “મિશન પોષણ ૨.૦ અને સક્ષમ આંગણવાડી સ્કીમ” અંતર્ગત ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને આવરી લેવાના અભિયાનમાં ૧૪ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પુનઃ શાળા પ્રવેશ આપવાના અભિયાન “કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ”નો આજે દિલ્હી ખાતેથી મહિલા અને બાળ વિકાસ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીએ વર્ચ્યુઅલી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, આસામના એક એક અને દિલ્હીના બે તેમજ ગુજરાત કચ્છની (Kutch) બે દિકરીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા ગામની (Kunaria village)13 વર્ષની આંનદી છાંગાએ કેન્દ્રિય મંત્રીને (Union Minister Smriti Irani)પ્રભાવીત કર્યા હતા. અને કેન્દ્રીય મંત્રીએ બાલિકા પંચાયત દેશભર માટે પ્રેરણારૂપ બની શકે તેમ હોય બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય છે.
કચ્છની કામગીરી પ્રભાવી
મહિલા દિવસે પણ કચ્છના ધોરડો ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સ્મૃતિ ઇરાનીએ આજે વર્ચુઅલી કાર્યક્રમ સંબોધ્યો હતો. જેમાં કુનરિયા બાલિકા પંચાયત સભ્ય ૧૩ વર્ષિય આનંદી છાંગાએ, “બાલિકા પંચાયતની કામગીરી જેવી કે શિક્ષણ, આરોગ્ય, કાયદો, સ્વરક્ષણ, સ્પોર્ટસ, અધિકારો પ્રત્યે જાગૃતિ વગેરે બાલિકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં લાવવાની તેમજ બાળપણથી જ બાલિકાઓને સ્ટેજ મળે, તેમજ રાજકારણમાં બાલિકાની ભાગીદારી વધે તે આશય રજુ કરી સમગ્ર ભારતમાં પણ બાલિકા પંચાયત બને એવી રજુઆત કરી હતી. જે વાતને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્મૃતિ ઇરાનીએ બિરદાવી હતી.
તો રાપર તાલુકાના થોરીયારી ગામના આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલાએ પણ કિશોરી જુથની ગામની ૨૦ થી ૨૫ દિકરીઓનું ગામથી ૪ કિ.મી. દુર શાળાના કારણે શિક્ષણ છુટવાની પુનઃ અભ્યાસ માટે વાહન વ્યવસ્થાની સુવિધા માટે વિનંતી કરી હતી. જે ધ્યાને લઇ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રીય શિક્ષણ રાજયમંત્રી અન્નપૂર્ણાદેવી અને કેન્દ્રિય મહિલા બાળ વિકાસ રાજયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાને સાથે રાખીને રાપર સર્વ શિક્ષા વિભાગને આ બાબતે અમલીકરણ કરવા સુચિત કર્યા હતા અને દુર્ગમ વિસ્તારમાં થતા આવા કાર્યોને બીરદાવ્યા હતા.
આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે. કુનરિયાના પૂર્વ સરપંચ સુરેશ છાંગા તેમજ રાપર આઈ.સી.ડી.એસ.અધિકારીઓ પણ જોડાયા હતા. તો કુનરીયા બાલિકા પંચાયતના સરપંચ ભારતીબેન ગરવા પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પણ વાંચો : ગાંધીનગરઃ કલોલમાં કોલેરા ફરી વકર્યો, એક બાળકનું મૃત્યુ, બે દિવસમાં 60 જેટલા કેસ નોંધાયા
આ પણ વાંચો : કચ્છ : વેસ્ટમાંથી બેસ્ટ, રાપરના MBBS છાત્રએ નવરાશમાં બેટરી સંચાલીત કાર બનાવી નાંખી !