કચ્છ : વેસ્ટમાંથી બેસ્ટ, રાપરના MBBS છાત્રએ નવરાશમાં બેટરી સંચાલીત કાર બનાવી નાંખી !
દિવસ-રાત મહેનત કરી અને પરિવારના સહયોગથી બે મહિનામાંજ યુવક શ્રેય રમેશ ઓઝાએ બેટરીથી ચાલતી ટુ સીટર ૫૮ ઇંચની બેટરી સંચાલિત ગાડી “જીપી“ બનાવી પિતાના પગલે ડોક્ટર બનવાની ઇચ્છા છે.
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ફેલાતા પ્રદુષણ વચ્ચે ફરી ઇલેક્ટ્રીક વાહનોની (Electric vehicles) ડિમાન્ડ વધી છે. અને કદાચ ભવિષ્યમાં તેના ઉપયોગથી ચાલતા વાહનોની સંખ્યા વધે તો પણ નવાઇ નહીં, તો સરકાર પર ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે રાપરના એક છાત્રએ નવરાશના સમયમાં જુના ભંગારમાંથી બેટરી સંચાલીત કાર (Battery powered car)બનાવી નાંખી છે. એકલા હાથે બે મહિના જેટલા સમયમાં યુવાને કેટલીક નવી વસ્તુઓનો ઉપયોગ કર્યો. પરંતુ અન્ય જુની વસ્તુઓ બજારમાંથી ભંગાર હાલતમાં ખરીદી બેટરી સંચાલીત કાર બનાવી છે. જે 3 કલાકના ચાર્જીગ પર 40-45 કિ.મી ચાલે છે.
બનવુ ડોક્ટર છે. પણ શોખ એન્જિયરીંગનો
ગયા વર્ષે ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પૂરી થઈ અને સપ્ટેમ્બર ૨૦૨૧માં “નીટ”ની પરીક્ષા આપી. ત્યાર બાદ કોરોનાના કારણે એડમીશન બંધ હતા. ત્યારે નવરાશના સમયમાં ફરી નવું ક્રીએટ કરવાની ઈચ્છા રાપરના એક યુવાનને થઈ વોકલ ટુ લોકલ. સ્ટાર્ટઅપ,ઇન્ડિયા જેવા સરકારના પ્રયાસોએ યુવાનના શોખને બળ આપ્યુ અને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવનારા રાપર- કચ્છના ૧૯ વર્ષીય તરુણ શ્રેયને કંઈક વિશેષ કરવાનું વિચાર્યુ, સ્થાનિક ભંગારના વાડામાંથી ગાડી બનાવવા ચીજ વસ્તુઓ ભેગી કરી, દિવસ-રાત મહેનત કરી અને પરિવારના સહયોગથી બે મહિનામાંજ યુવક શ્રેય રમેશ ઓઝાએ (Ramesh Ojha)બેટરીથી ચાલતી ટુ સીટર ૫૮ ઇંચની બેટરી સંચાલિત ગાડી “જીપી“ બનાવી પિતાના પગલે ડોક્ટર બનવાની ઇચ્છા છે. પરંતુ એન્જિનિયરીંગ દિમાગ નાનપણથીજ શ્રેયમાં છે સ્કુલ સમયમાં અનેક મોડલ તેને બનાવ્યા છે. જેનાથી પ્રેરાઇ કારનો શોખ પુરો કર્યો છે.
શું છે નાનકડી કારમાં સુવિદ્યા ?
પાંચ ફૂટથી નાની ચોરસ ગાડીમાં બધી જ વસ્તુઓ વેસ્ટ વસ્તુઓમાંથી નિર્માણ પામી છે. અંદર સ્પીડ મીટર, નાનો પંખો, વૂફર સાથે ટેપરેકોર્ડર, સાઈડ લાઇટ, ઈન્ડિકેટર, ચાવી વડે ઓન ઓફ, ઓઇલ બ્રેક, પગ વડે લીવર, હેડ લાઇટ, ફોગ લાઇટ, કેબિનમાં લાઇટ ડીફ્રેશનમાં મોટર લગાવી છે. ૫૦ થી ૫૫ પ્રતિ કિલોમીટર ઝડપથી આ કાર ચાલી શકે છે. ૪૮ વોલ્ટની બેટરી જેનું બેકઅપ ૪૫ કિલોમીટર જેટલુ છે. આ ગાડીમાં ટફન ગ્લાસ આગળ-પાછળ લગાવાયા છે. તો બેટરી, મોટર અને વિવિધ અન્ય થોડીક વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. લિથિયમ આયર્ન બેટરીનું બેકઅપ ત્રણગણું છે. પરંતુ એના ભાવ પણ વધુ હોય હાલે સિલિકોન જેલ બેટરી વડે યુવકે કારને સ્ટાર્ટ કરી છે. જોકે સોલાર પેનલ લગાવી બેટરી ચાર્જ કરવાનું આયોજન યુવાને કર્યુ છે જેથી કારની ક્ષમતા વધી જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રીન ઇન્ડિયાથી યુવાન પ્રેરીત છે અને પર્યાવરણ જતનમાં બેટરી સંચાલિત “જીપી “ જેવી બેટરી સંચાલીક કાર મહત્વની ભુમિકા ભજવશે. યુવાનની આ ધગશને માતા ભાનુબેન તથા પિતા ડો. રમેશભાઈ ઓઝા સતત પ્રોત્સાહન આપ્યુ. અને 2 મહિનામાં આજે કાર તૈયાર છે. અત્યારે ભલે શોખ માટે આ યુવાને બેટરી સંચાલિત કારનું નિર્માણ કર્યુ હોય, પરંતુ ભવિષ્યમાં આવી કાર જરૂરીયાત બનશે તેવું યુવાનનું માનવું છે.
આ પણ વાંચો : રાજકોટ : પશુપાલકો માટે સારા સમાચાર, જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો
આ પણ વાંચો : ગાંધીનગરઃ કલોલમાં કોલેરા ફરી વકર્યો, એક બાળકનું મૃત્યુ, બે દિવસમાં 60 જેટલા કેસ નોંધાયા