ગાંધીનગરઃ કલોલમાં કોલેરા ફરી વકર્યો, એક બાળકનું મૃત્યુ, બે દિવસમાં 60 જેટલા કેસ નોંધાયા
નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એને કારણે આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં (KALOL) ફરી એકવાર કોલેરા (Cholera)વકર્યો છે. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં ઝાડા-ઉલ્ટીના કારણે એક બાળકનું મોત (DEATH) થયું છે. જ્યારે બે દિવસમાં 60 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. કોલેરાના દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેજનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર દિવડા સોસાયટીનાં વિસ્તારમાં પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતાં કોલેરા વકર્યો છે. કોલેરા કેસ વધતાં નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આરોગ્ય ટીમ (Health team)દ્વારા તમામના લોહીના નમૂના લઈને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કમિશ્નર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જણાવ્યું.
નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એને કારણે આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારે કલોલના મધ્યમાં આવેલા મંગળ ગિરધરનગર પ્રેસ વિસ્તારમાં રહેતા પરિવારની નવ વર્ષીય બાળકીનું પણ ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : બીમારીની હવાઃ રાજ્યના શહેરોની હવામાં 308 પ્રકારના કાર્બનિક પ્રદૂષકો, ગંભીર પ્રકારે કરે છે બીમાર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
