Surat : સાંસદ મનસુખ વસાવાના વાણીવિલાસના વિરોધમાં જિલ્લાના મહેસુલી વિભાગના કર્મચારીઓ માસ સીલ પર ઉતર્યા
ગત 21મી ફેબ્રુઆરીના રોજ કરજણના માલોદ ગામે એક ગમખ્વાર અકસ્માત દરમ્યાન મુલાકાતે પહોંચેલા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા કરજણના મામલતદાર અને તેઓના સ્ટાફ સાથે અભદ્ર અને અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા પંદર દિવસ પહેલા કરજણના મામલતદાર અને તેઓના સ્ટાફ સાથે કરવામાં આવેલ અશોભનીય વર્તનના વિરોધમાં આજે સુરત જિલ્લાના મહેસુલી વિભાગના (Revenue Department) કર્મચારીઓએ (Employees)માસ સીએલ પર ઉતર્યા હતા.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા તમામ મામલતદાર – ડેપ્યુટી મામલતદારો સહિતના કર્મચારીઓ દ્વારા એકસૂરે જવાબદાર સાંસદ મનસુખ વસાવા અને સતીષ નિશાળીયા માફી માંગે તેવી પણ માગ કરવામાં આવી હતી.
ગત 21મી ફેબ્રુઆરીના રોજ કરજણના માલોદ ગામે એક ગમખ્વાર અકસ્માત દરમ્યાન મુલાકાતે પહોંચેલા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા કરજણના મામલતદાર અને તેઓના સ્ટાફ સાથે અભદ્ર અને અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. જાહેરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે કરવામાં આવેલા આ વર્તનને પગલે રાજ્યભરના મહેસુલી વિભાગના કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ ઘટના સંદર્ભે જે તે સમયે ગુજરાત રાજ્ય મામલતદાર એસોસીએશન દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા આ ઘટના અંગે કોઈપણ પ્રકારનો ખેદ વ્યક્ત કરવામાં ન આવતાં આજે મહેસુલી વિભાગના કર્મચારીઓએ માસ સીલ પર ઉતરીને સાંસદ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
આ સંદર્ભે મહેસુલી વિભાગના અધિકારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, એક સાંસદ દ્વારા જાહેરમાં મહેસુલી વિભાગના અધિકારીને જે રીતે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું તે ખરેખર નિંદનીય છે અને તેમ છતાં આ સંદર્ભે સાંસદ દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારનો ક્ષોભ કે દિલગીરી વ્યક્ત કરવામાં આવી નથી. જેને પગલે આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બને તેવી પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહેસુલી કામગીરીને પ્રતિકુળ અસર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વિરોધમાં આજે સુરત શહેર – જિલ્લાના તમામ મામલતદારો – ડેપ્યુટી મામલતદારો સહિત મહેસુલી વિભાગના બીજા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ એક સાથે માસ સીલ પર ઉતરી જતાં અરજદારોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મહેસુલ વિભાગને લગતી કામગીરીને પણ પ્રતિકુળ અસર થવા પામી હતી.
આ પણ વાંચો : સુરતમાં પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો, 10 વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો : પિતાએ તેના પુત્રનો આખલાના મારથી કર્યો આબાદ બચાવ, જુઓ શ્વાસ થંભાવી દેતો વાયરલ વીડિયો