Ukraine Crisis : સુરત શહેર-જિલ્લાના 91 વિદ્યાર્થીઓ અત્યારસુધી પરત ફર્યા, એરપોર્ટ ખાતે પરિવારજનો સાથે મિલન દરમ્યાન સર્જાયા ભાવુક દ્રશ્યો

આજે સુરત એરપોર્ટ ખાતે પહોંચેલા દેવમ શાહ, ફેની પટેલ અને કિંજલ ચૌહાણ હાલ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. જો કે, અચાનક યુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધવચ્ચેથી છોડીને પરત ફરવું પડ્યું હોવાનો વિદ્યાર્થીઓએ વસવસો પણ વ્યક્ત કર્યો હતો.

Ukraine Crisis : સુરત શહેર-જિલ્લાના 91 વિદ્યાર્થીઓ અત્યારસુધી પરત ફર્યા, એરપોર્ટ ખાતે પરિવારજનો સાથે મિલન દરમ્યાન સર્જાયા ભાવુક દ્રશ્યો
Ukraine Crisis: 91 students from Surat city-district have returned so far
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 04, 2022 | 3:06 PM

યુદ્ધગ્રસ્ત યુક્રેનથી (Ukraine) ભારે જહેમત બાદ રોમાનિયા પહોંચેલા શહેરના વધુ ત્રણ વિદ્યાર્થીઓ (Student)આજે હેમખેમ પરત ફર્યા છે. સવારે એરપોર્ટ ખાતે પહોંચેલા ત્રણેય વિદ્યાર્થીઓના સ્વાગત માટે તેઓના પરિવારજનો સહિત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા નવ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ભારત સરકાર દ્વારા પણ મિશન ગંગા (Mission Ganga)અંતર્ગત વિદ્યાર્થીઓના એરલિફ્ટની કામગીરી વધુ સઘન બનાવી છે. અત્યાર સુધી સુરત શહેર-જિલ્લાના 88 વિદ્યાર્થીઓ પરત ફરી ચુક્યા છે. બીજી તરફ આજે સવારે નવી દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે વધુ ત્રણ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.

આજે સુરત પહોંચેલા વિદ્યાર્થીઓમાં દેવમ શાહ, ફેની પટેલ અને કિંજલ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત તેઓના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ પોતાની આપવીતિ જણાવતાં કહ્યું હતું કે, યુક્રેનમાં હાલ સ્થિતિ દિવસેને દિવસે વિકરાળ થઈ રહી છે. યુદ્ધની વિભીષકા વર્ણવતાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ત્રણ – ત્રણ દિવસ સુધી બંકરમાં રહ્યા બાદ ભારે જહેમતે તેઓ બોર્ડર પહોંચવામાં સફળ રહ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એરપોર્ટ ખાતે પોતાના બાળકોને લેવા માટે પહોંચેલા વાલીઓ સાથે મુલાકાત દરમ્યાન વધુ એકવાર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતાઓની આંખોમાં હર્ષના આંસુઓ નિહાળીને એરપોર્ટ ખાતે ઉપસ્થિત અન્ય નાગરિકો પણ ગળગળા થઈ ગયા હતા.

યુક્રેનમાં યુદ્ધ બાદ પુનઃ અભ્યાસ માટે જવાની ઈચ્છા

આજે સુરત એરપોર્ટ ખાતે પહોંચેલા દેવમ શાહ, ફેની પટેલ અને કિંજલ ચૌહાણ હાલ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. જો કે, અચાનક યુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધવચ્ચેથી છોડીને પરત ફરવું પડ્યું હોવાનો વિદ્યાર્થીઓએ વસવસો પણ વ્યક્ત કર્યો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ આ ત્રણેય વિદ્યાર્થીઓએ ફરી પાછા યુક્રેન ખાતે આગળના અભ્યાસ માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ યુક્રેનની બોર્ડર પર ભારતીયો સાથે ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને તેને પગલે જ બોર્ડર ક્રોસ કરવામાં વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Surat : સાંસદ મનસુખ વસાવાના વાણીવિલાસના વિરોધમાં જિલ્લાના મહેસુલી વિભાગના કર્મચારીઓ માસ સીલ પર ઉતર્યા

આ પણ વાંચો : સુરતમાં પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો, 10 વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચર્યું દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">