AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: વાવાઝોડા સમયે સગર્ભા PGVCLના જોઈન્ટ MDની સરાહનીય કામગીરી, પ્રભારી મંત્રીએ કર્યુ સન્માન

વાવાઝોડા સમયે પ્રીતિ શર્મા સર્ગભા હોવા છતાં મોડે સુધી પીજીવીસીએલના અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા. આ બાબતને પ્રભારીમંત્રીએ બિરદાવી હતી. આ કામગીરી માટે પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ.

Kutch: વાવાઝોડા સમયે સગર્ભા PGVCLના જોઈન્ટ MDની સરાહનીય કામગીરી, પ્રભારી મંત્રીએ કર્યુ સન્માન
Jay Dave
| Edited By: | Updated on: Jun 30, 2023 | 12:49 PM
Share

Kutch : કચ્છની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ (Praful Pansheriya) પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. વાવાઝોડાના કપરા સમયે પ્રીતિ શર્માએ પ્રેગનેન્સીમાં (Pregnancy) પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી PGVCLના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

આ પણ વાંચો- Monsoon 2023: અમરેલીના વડિયા પંથકમાં મુશળધાર વરસાદ, સુરવો ડેમની જળસપાટી વધતા આસપાસના ગામને કરાયા એલર્ટ, જુઓ Video

વાવાઝોડા સમયે પ્રીતિ શર્મા સર્ગભા હોવા છતાં મોડે સુધી પીજીવીસીએલના અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા. આ બાબતને પ્રભારીમંત્રીએ બિરદાવી હતી. આ કામગીરી માટે પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ. પ્રભારી મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવા ફરજનિષ્ઠ અધિકારીઓની રાત-દિવસ મહેનતના લીધે સરકાર ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે એમ જણાવીને પ્રભારી મંત્રીએ પણ પ્રીતિ શર્માની કામગીરીને બિરદાવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

રિવ્યૂ બેઠક પણ કરી

બિપરજોય વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે મકાન સહાય, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઘરવખરી સહાય, પાક નુકસાની સર્વે, શાળામાં વાવાઝોડાના લીધે નુકસાની, માછીમારી-અગરિયાઓને આર્થિક નુકસાની, પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા, કેશ ડોલ્સની ચૂકવણી, વાવાઝોડા બાદ આરોગ્યલક્ષી પગલાઓ, ધરાશાયી વૃક્ષોને દૂર કરવાની કામગીરી વગેરેની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. તેમણે જુના પેન્ડિગ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

બેઠકમાં કચ્છ જીલ્લામાં તમામ રહેણાક વિસ્તારમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે અને ખેતીવાડી વિભાગમાં 400 ટીમો કામ કરી હોવાનુ જણાવી ટુંક સમયમાં કચ્છમાં સર્વેની કામગીરી પુર્ણ કરી સરકાર દ્વારા નિયત કરાયેલ સહાયની ચુકવણી શરૂ કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી હાલ ચાલી રહેલી કામગીરીમાં જરૂરી સૂચનો કર્યો હતા.

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">