Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો
રાજ્યભરના તબીબો વિવિધ માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે જેવી વિવિધ માગ સાથે તબીબો હડતાળ પર છે.
ગુજરાતમાં(Gujarat)ડોકટરોની હડતાળની(Doctors Strike)અસર રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહી છે. જેમાં રાજ્યના જામનગરમાં (Jamnagar) હડતાળના બીજા દિવસે તબીબોએ શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો છે. જામનગરના 127 ડૉક્ટર્સે મેડિકલ કૉલેજના પગથિયા પર બેસીને રામધૂન, હનુમાન ચાલીસા અને પ્રાર્થના કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે આરોગ્યની સેવાઓ માટે વિવિધ તબીબોની પોસ્ટિંગ કરી છે.પરંતુ નિષ્ણાત તબીબો હડતાળ પર છે. જેથી સ્પેશિયલ સેવાઓ ખોરવાઈ શકે છે. જ્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી છે. જ્યારે પીએચસી-સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર ખોરવાઈ છે.
આ ઉપરાંત હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે.
દર્દીઓની સારવાર પર અસર વર્તાઇ
મહત્વનું છે કે રાજ્યભરના તબીબો વિવિધ માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે જેવી વિવિધ માગ સાથે તબીબો હડતાળ પર છે. જેના કારણે દર્દીઓની સારવાર પર અસર વર્તાઇ રહી છે.
આ પણ વાંચો : Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કરી
આ પણ વાંચો : Ahmedabad: ચૌધરી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત થતાં પરિજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો