Kutch : એનડીઆરએફ અને PGVCL ટીમે સંયુક્ત કામગીરી કરી, માંડવીના ટોપણસર તળાવ વચ્ચેના વીજ પોલની મરમ્મત કરી
આ પડકાર જનક પરિસ્થિતિમાં એનડીઆરએફ, આર્મીની મદદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હતી. એનડીઆરએફ અને આર્મીની મદદથી વીજ કર્મચારીઓના તળાવની વચ્ચેના વીજ પોલ સુધી પહોંચી શક્યા હતા. જે બાદ વીજ કર્મચારીઓએ વીજ પોલની મરમ્મત કરી હતી.
Kutch : ગુજરાતમાં(Gujarat) આવેલા બિપરજોય વાવાઝોડાના(Biparjoy Cyclone) કારણે કચ્છમાં વીજ પોલને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. માંડવીના ટોપણસર તળાવ વચ્ચે આવેલા વીજ પોલના વાયરિંગમાં નુકસાની થઈ હોવાથી તેની મરમ્મત કરવી જરૂરી હતી. જોકે, તળાવમાં પાણી ભરેલું હોવાથી ત્યાં પગપાળા પહોંચી શકાય એવી સ્થિતિ નહોતી.
વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર જિલ્લામાં પૂરજોશથી કામગીરી
આ પડકાર જનક પરિસ્થિતિમાં એનડીઆરએફ, આર્મીની મદદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હતી. એનડીઆરએફ અને આર્મીની મદદથી વીજ કર્મચારીઓના તળાવની વચ્ચેના વીજ પોલ સુધી પહોંચી શક્યા હતા. જે બાદ વીજ કર્મચારીઓએ વીજ પોલની મરમ્મત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વીજ લાઈનમાં ફોલ્ટ શોધીને તેનું નિવારણ લાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર જિલ્લામાં પૂરજોશથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં સમગ્ર કચ્છમા 20 તારીખ સુધી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે પ્રયત્નો શરૂ કરાયા છે જેમા પડકારજનક સ્થિતીમા તંત્રના તમામ વિભાગો કામ કરી જનજીવન સામાન્ય કરવા કામગીરી કરી રહ્યા છે.
જરાતમાં PGVCLને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર (Jamnagar) સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને પગલે અનેક જગ્યાએથી નુકસાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે. જામનગરમાં વાવાઝોડામાં તોફાની પવન ફુંકાતા 21,000થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અનેક લોકો PGVCLની ઓફિસ પર ફરિયાદ માટે પહોંચ્યા હતા. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં 24 કલાકથી વીજળી ડૂલ છે. મોટાભાગના શહેરોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાયો છે.