AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: મુન્દ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનિત કરી

'સ્વચ્છ ભારત અભિયાન'ના વડાપ્રધાનના (PM Narendra Modi) વિઝનને ધ્યાનમાં રાખીને APSEZ એ “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” ના પોતાના લક્ષ્યને મેળવવા માટે '5R' એટલે કે રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ-રિકવર પર આધાર રાખીને વેસ્ટ મેનેજમેન્ટના પોતાના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે.

Kutch: મુન્દ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનિત કરી
APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને સરકાર દ્વારા સન્માન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 7:50 PM
Share

જે ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને વિશ્વ પર્યાવરણ દિવસ પર (5 જૂન 2022) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી હતી. APSEZને આ સન્માન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં જવાબદારીપૂર્વક પ્લાસ્ટીક કચરાના સંકલન અને તેના ટકાઉ નિકાલ મામલે દ્રષ્ટાંતરૂપ કામ કરવા માટે આપવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે APSEZના હેડ-એન્વાયરમેન્ટ સ્નેહલ જરીવાલા અને મુન્દ્રાના નાના કપાયા ગામના સરપંચ જખુ સોધમએ APSEZ ટીમ વતી આ સન્માન સ્વીકાર્યુ હતું.

પર્યાવરણની જાળવણી લક્ષ્યમાં રાખીને ‘5R’ ઉપર ધ્યાન આપવામાં આવે છે

‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ના વિચારને આચરણમાં મૂકીને APSEZ લાંબા સમયથી પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. કંપની દ્વારા આ પહેલની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. ‘સ્વચ્છ ભારત અભિયાન’ના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને, APSEZએ “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” ના પોતાના લક્ષ્યને મેળવવા માટે ‘5R’ એટલે કે રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ-રિકવર પર આધાર રાખીને વેસ્ટ મેનેજમેન્ટના પોતાના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કોઈ પણ નક્કર/પ્લાસ્ટિક વેસ્ટને લેન્ડફિલ કે સળગાવવા માટે મોકલવામાં આવતો નથી, તેના બદલે તે કચરાનો પુનઃઉપયોગ કરી શકાય, તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

સિમેન્ટ પ્લાન્ટમાં ઘન કચરાનો ઉપયોગ

APSEZ મુન્દ્રાએ અદાણી ફાઉન્ડેશન સાથે મળીને પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શન ડ્રાઇવ અને તેના ટકાઉ નિકાલ માટે નાના કપાયા, વાંધ, નવીનાળ, બોરાણા, જરપારા જેવા મુન્દ્રાની આસપાસના કેટલાક ગામોથી શરૂઆત કરી હતી. તે બાદ GPCBના માર્ગદર્શન હેઠળ ગામની સફાઈ ટીમના સહયોગથી જુદા જુદા પાર્સલમાં પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાનું શરૂ કર્યુ. આ ડ્રાઈવ દરમિયાન વર્ષ 2021માં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કુલ 7,605 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ ઘન કચરાને જમીનમાં દાટવાને બદલે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસિંગ માટે મોકલી તેનો નિકાલ કરવામાં આવ્યો. APSEZ દ્વારા મુન્દ્રા ખાતે મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) પણ ઈન્ટોલ કરવામાં આવી છે, જેથી જોખમી કચરા અને રિફ્યૂઝ ઈંધણ (નોન-રિસાયકલ પ્લાસ્ટિક કચરા) ને યોગ્ય રીતે અલગ કરી, તેનો નિકાલ કરી શકાય.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અનેક પ્રયાસો

કંપનીએ તેના વિઝનને અનુરૂપ વર્ષ 2016માં ગ્રીન વોરિયર્સની એક ટીમ બનાવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મટિરિયલ્સ જેમ કે પોલિથીન બેગ, ચાના કપ, પાણીના પાઉચના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત કંપનીની અંદર, શાળાઓમાં અને મુન્દ્રાની આસપાસના ગામોમાં વિવિધ જગ્યાએ તેણે આ અંગે જાગૃતિ કાર્યક્રમો, ક્લિન-અપ પ્રવૃત્તિઓ અને પ્લાસ્ટિક-ફ્રી સ્તરની ચકાસણી કરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા. જે પ્રયાસોને જોતા સરકાર દ્વારા પણ તેના આ કાર્યને વિશ્વ પર્યાવરણ દિવસ પર બિરદાવવામાં આવ્યું છે.

Follow Us
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
g clip-path="url(#clip0_868_265)">