કચ્છ : ભુજના હબાય-નાળાપા નજીક કિશોર પર દિપડાનો હુમલો, આસપાસના ગામોમાં ભય ફેલાયો
ગ્રામજનોના કહેવા મુજબ ગામમાં એક સપ્તાહમાં 5 જેટલા પશુઓનું દિપડાએ મારણ કર્યુ છે. અને આજે કિશોર પર હુમલો થતા ગામમાં ભય છે. જે અંગે વનવિભાગને અગાઉ પણ જાણ કરાઇ હતી. પરંતુ યોગ્ય કાર્યવાહી થઇ ન હતી.
Kutch : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દિપડાના (Panther)આંતકના અનેકવાર સમાચારો સામે આવ્યા છે. પરંતુ કચ્છમાં (Kutch) દિપડાની વસ્તી છંતા આવા બનાવો ઓછા બનતા હોય છે. જોકે થોડા વર્ષો પહેલા ભુજ તાલુકાના નિરોણા નજીકના ગામમાં રહેણાક વિસ્તારમાં દિપડાએ ઘરમાં ઘુસી દહેશત મચાવ્યા બાદ આજે તાલુકાના આહીરપટ્ટીના ગામમાં વસવાટ કરતા દિપડાએ એક કિશોર પર હુમલો (Attack) કરતા આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. જોકે ઇજાગ્રસ્ત બનેલ કિશોર હાલ પ્રાથમીક સારવાર બાદ સ્વસ્થ છે.
ભુજ તાલુકાના હબાય અને નાડાપા ગામના સિમાડે વાડી વિસ્તારમાં કિશોર ગયો હતો. ત્યારે વાડી નજીકના જંગલ વિસ્તારમાં દિપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં કિશોરને પીઠ તથા માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે કિશોરની બુમાબુમ બાદ દિપડો ત્યાંથી જતો રહ્યો હતો.તો બાજુમાં જ વાડીએ કામ કરતા તેના અન્ય પરિજનો પણ ત્યાં પહોંચ્યા હતા. ભુજ તાલુકાના નાડાપા-હબાય વિસ્તારમાં ઘણા વર્ષોથી દિપડાનો વસાવટ છે. પરંતુ ગામની નજીકના વિસ્તારમાં તે ભાગ્યેજ જોવા મળે છે.
જોકે ગ્રામજનોના કહેવા મુજબ ગામમાં એક સપ્તાહમાં 5 જેટલા પશુઓનું દિપડાએ મારણ કર્યુ છે. અને આજે કિશોર પર હુમલો થતા ગામમાં ભય છે. જે અંગે વનવિભાગને અગાઉ પણ જાણ કરાઇ હતી. પરંતુ યોગ્ય કાર્યવાહી થઇ ન હતી. ભોગ બનનાર કિશોર મોહશીન અકબર ત્રાયા પરિવાર સાથે વાડીમાં કામ માટે ગયા બાદ વાડી નજીક જંગલ વિસ્તારમાં જતા આ બનાવ બન્યો હતો.
ગ્રામજનોએ ગામમાં મોટા બનાવ બને તે પહેલા વનવિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સાથે ભોગ બનનારને વડતર મળે તેવી માંગ પણ તો વનવિભાગના અધિકારીઓએ પણ બનાવ અંગે પ્રાથમીક વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વનવિભાગના અધિકારીએ ઘટનાની પુષ્ટી કરી ઇજાગ્રસ્ત કિશોર વાડીથી દુર થોડા જંગલમાં ગયો હોવાથી દિપડાએ હુમલો કર્યો છે તેમ જણાવી ગામલોકોને જાગૃત રાખવા સાથે આવી ઘટના ન બને તે માટે વનવિભાગ પુરતા પ્રયત્નો કરશે તેમ જણાવ્યુ હતું.
આ પણ વાંચો : Bhuj: કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ઉનાળા પહેલા તળીયા જાટક ખેડૂતો-પશુપાલકો ચિંતીત!
આ પણ વાંચો : Ahmedabad : નરોડામાં ગેરકાયેદસર રહેતા 6 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ, કયારે અટકશે આ સિલસિલો ?