Ahmedabad : નરોડામાં ગેરકાયેદસર રહેતા 6 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ, કયારે અટકશે આ સિલસિલો ?
ઝડપાયેલ 6 બાંગ્લાદેશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે કઇ રીતે ક્યાં રસ્તે કોની મારફતે આવેલા છે. તેમજ કોઇ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ ? સાથે જ કેટલા સમયથી અહીં આવેલા છે.
અમદાવાદ (Ahmedabad )શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને (Bangladeshi)એસ.ઓ.જી ક્રાઇમે (SOG) ઝડપી પાડ્યા છે. શહેરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકો ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા. જેમાં એસ.ઓ.જી વર્ષ 2007થી અત્યાર સુધી 700 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરનારા સામે ક્રાઇમ એસ.ઓ.જી ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. ક્રાઇમ એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ભારતના વિઝા વગર બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશ કરીને આવેલ હકિક્ત આધારે 6 પુરૂષો ઝડપ્યા છે. 6 બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા. જે બાંગ્લાદેશના નોઈડેલ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 9 મહિનાથી અમદાવાદના નરોડામાં રહેતા હતા..અને ભારતના વિઝા વગર વસવાટ કરતા પકડી પાડ્યા છે. ત્યારે 6 બાંગ્લાદેશી નાગરિકો પોતોના ખોટા પુરાવા ઉભા કરીને ગુજરાતમાં વસવાટ કરતા હતા.
ઝડપાયેલ 6 બાંગ્લાદેશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે કઇ રીતે ક્યાં રસ્તે કોની મારફતે આવેલા છે. તેમજ કોઇ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ ? સાથે જ કેટલા સમયથી અહીં આવેલા છે. તે સમગ્ર પુછપરછ શરૂ કરી છે. ત્યારે દર વર્ષે ગેરકાયદેસર ભારતમાં પ્રવેશી વસવાટ કરતા બાંગ્લાદેશી અટકતા નથી. પરંતુ થોડા અંશે બાંગ્લાદેશી નાગરિકોને ઘટાડો થયો છે.
બાંગ્લાદેશી નાગરિક અમદાવાદ આવીને ગેરકાયેદસર વસવાટ કર્યા બાદ સ્થાનિક આગેવાનો મદદથી ભારતીય નાગરિક લગાતા દસ્તાવેજ બનાવી લેતા હોય છે. જેમ કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશનિકાર્ડ વગેરે જેવા દસ્તાવેજ સામાન્ય રકમ આપી બનાવી દેતા હોય છે. જેથી ભારતીય હોવાનો દાવો કરી શકે. પરંતુ આ દસ્તાવેજો ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે. આ માટે આવા દસ્તાવેજ ડુપ્લીકેટ ન બને તે અંગે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.
આ પણ વાંચો : Ahmedabad: RTOમાં એજન્ટ રાજનો વીડિયો વાયરલ, રૂપિયા આપો અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ હોવા છતાં કરી આપશે પાસ ?
આ પણ વાંચો : Ahmedabad: કાકાએ જ ભત્રીજી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ