Kutch : શ્રમિકોના નામે કરોડોનું GST કૌભાંડ, 40 લાખની રોકડ સાથે બે ની ધરપકડ
ફરી એકવાર જીએસટી ચોરીનું રેકેટ ઝડપાયું છે અને આ વખતે આ આ રેકેટમાં શ્રમિકો અને ગરીબ લોકોને નિશાન બનાવાયા છે.
કચ્છના ગાંધીધામમાં ફરી એકવાર જીએસટી ચોરીનું રેકેટ ઝડપાયું છે અને આ વખતે આ આ રેકેટમાં શ્રમિકો અને ગરીબ લોકોને નિશાન બનાવાયા છે. આમ લોકો પાસેથી આઈડી પ્રૂફ પડાવીને બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરી હતી. જોકે આ મામલાની બાતમી મળતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં બે ની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે, તો સાથે તેની પાસેથી 40 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
બાર પાન કાર્ડ ધારકોની ઓળખ થઈ
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ GST ઈઅને ન્ટેલિજન્સ ગાંધીધામ પ્રાદેશિક એકમ અમદાવાદ ઝોનલની તપાસમાં કરની રકમ 114 કરોડ સહિત 802 કરોડના નકલી ITC કેસમાં 68 જીએસટી નંબર અને બાર પાન કાર્ડ ધારકોની ઓળખ થઈ છે, તો આ મામલે 40 લાખ રૂપિયા રિકવર પણ કરવામાં આવ્યા છે.
PAN નો ઉપયોગ કરીને આ રીતે છેતરપિંડી આચરી
દેશમાં ઇન્ટેલિજન્સ વિકસિત થયું છે કે જેનાથી કેટલીક કંપનીઓ કામદારોના PAN નો ઉપયોગ કરીને નોંધણી કરાવે છે.આ માસ્ટરમાઇન્ડો સમગ્ર ભારતમાં તેમની નકલી કંપનીઓને અલગ-અલગ PAN નો ઉપયોગ કરીને રજીસ્ટર કરી રહ્યા છે. એટલુ જ નહીં હેન્ડલર્સ સ્થાન છુપાવવા માટે પ્રોક્સી સર્વર, એમેઝોન વેબ સેવાનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
આ પહેલા સુરતમાં આ પ્રકારના GST કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમાં પણ લોકો પાસેથી આઈડી પ્રૂફ પડાવીને જનધન યોજનામાં બૅન્ક એકાઉન્ટ ખોલાવવાના નામે બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરી હતી. જોકે આ મામલાની જાણ પોલીસને થતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો અને કરોડની ચોરીના રેકેટમાં પુણા પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
(વીથ ઈનપુટ- જય દવે, કચ્છ)