કચ્છ : હવે BSF ના DG બોર્ડરની સમિક્ષા કરશે, ગુજરાતના 3 દિવસીય પ્રવાસનો કચ્છથી પ્રારંભ
ફેબ્રુઆરી મહિનામાં કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની બોટ તથા માછીમારો ઝડપાયા બાદ BSF સતત એલર્ટ છે. અને બોર્ડર પર હલચલ પણ વધી છે. ફેબ્રુઆરી મહિનાથી સતત બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પાકિસ્તાની બોટ ઝડપાઇ રહી છે.
મજબુત સુરક્ષા છતાં પણ કચ્છ (Kutch)અને ગુજરાતની સરહદો પર થઇ રહેલી નાપાક હરકતો વચ્ચે વિવિધ સુરક્ષા એજન્સીઓ પોતાની સતર્કતા વધારી રહી છે. તાજેતરમાં જ કોસ્ટગાર્ડના વડા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં પોરબંદર સહિત કચ્છ સહિતના દરિયાઇ વિસ્તારની સુરક્ષા અંગેની સમિક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. ત્યારે હવે આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે BSF ના ડાયરેક્ટર જનરલ(DG) પકંજકુમાર સિંહ આવ્યા છે. આજે કચ્છથી તેમણે પ્રવાસની શરૂઆત કરી છે. ગુજરાત BSF આઇ.જી સહિત તમામ ફિલ્ડ કમાન્ડર મુલાકાત સમયે હાજર રહેશે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં BSF એ.ડી.જી પી.વી રામા શાસ્ત્રીએ કચ્છની ક્રિક બોર્ડરની મુલાકાત લઇ સમિક્ષા કરી હતી.
2 મહિનાથી બોર્ડર પર હલચલ
ફેબ્રુઆરી મહિનામાં કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની બોટ તથા માછીમારો ઝડપાયા બાદ BSF સતત એલર્ટ છે. અને બોર્ડર પર હલચલ પણ વધી છે. ફેબ્રુઆરી મહિનાથી સતત બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પાકિસ્તાની બોટ ઝડપાઇ રહી છે. તો તાજેતરમાં જ ભારત-પાક ના સૈનિકો હથીયારબંધ સામે-સામે આવી ગયાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે મુશ્કેલ એવી કચ્છ સરહદ પર ઉચ્ચ અધિકારીઓની અવરજવર વધી છે. આજે ગાંધીધામ ખાતે ઉતરાણ કર્યા બાદ BSFના ડાયરેક્ટર જનરલ(DG) પકંજકુમાર સિંહ ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે. અને તે દરમ્યાન સમગ્ર ગુજરાતની સરહદો પર ચાલી રહેલા સુરક્ષા અને સુવિદ્યા મજબુત કરવાના કાર્યો અંગે માહિતી મેળવશે. સાથે ઓપરેશન કાર્યોનુ નિર્દેશન કરશે તો BSF ના ડાયરેક્ટર જનરલ(DG) પકંજકુમાર સિંહ જવાનો સાથે પણ વાર્તાલાપ કરી મુશ્કેલીઓ અંગે માહિતગાર થઇ જરૂરી સુચનો આપશે.
દરિયાઇ વિસ્તારમાંથી અવાર-નવાર ઝડપાતા ડ્રગ્સ તથા પાકિસ્તાની માછીમારોની સતત ભારતીય સરહદમાં ઘુસણખોરી વચ્ચે કચ્છ સરહદ પર તૈનાત BSF ની સતર્કતા અંગે ઉચ્ચ અધિકારીઓ હવે સમિક્ષા કરી રહ્યા છે. તો ન માત્ર BSF પરંતુ અન્ય સુરક્ષા એજન્સીઓના વડા પણ ગુજરાતની સુરક્ષા વધુ મજબુત કરવા મુલાકાતો કરી રહ્યા છે. ત્યારે આજથી BSF ના ડાયરેક્ટર જનરલ(DG) પકંજકુમાર સિંહ કચ્છ સહિત ગુજરાતની તમામ સરહદો પરની સ્થિતીનો ચિતાર મેળવશે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ
આ પણ વાંચો : Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ