AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં મહિલા સલામતીના દાવા વચ્ચે વિધર્મીએ સગીરાનું અપહરણ કરી બળજબરીથી કરાવ્યુ ધર્મપરિવર્તન અને કર્યા નિકાહ- VIDEO

ગુજરાતમાં મહિલા સલામતીના દાવા વચ્ચે વિધર્મીએ સગીરાનું અપહરણ કરી બળજબરીથી કરાવ્યુ ધર્મપરિવર્તન અને કર્યા નિકાહ- VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2026 | 7:24 PM
Share

Kutch Breaking News: કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા એક વિધર્મી યુવક અને મૌલાનાએ મળીને એક સગીરાનું અપહરણ કર્યુ અને તેને અમજેર લઈ ગયા હતા. જ્યાં યુવકે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ ત્યારબાદ તેને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યુ.ત્યારબાદ વિધર્મી યુવકે સગીરા સાથે નિકાહ કર્યા હતા

શાંત અને સુરક્ષિત રાજ્ય ગણાતા ગુજરાતમાં દિવસે દિવસે લવ જેહાદ જેવી ઘટનાઓ વધી રહી છે જે મોટો ચિંતાનો વિષય છે. રાજ્યના કોઈને કોઈ જિલ્લામાં રોજ લવજેહાદની ઘટનાઓ છાશવાર સામે આવી રહી છે. ગુજરાતમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સરહદી વિસ્તાર કચ્છમાંથી સામે આવ્યો છે. જ્યા એક વિધર્મી યુવકે એક સગીર યુવતીની જિંદગી દોજખ બનાવી દીધી છે. વિધર્મી યુવક સગીર યુવતીનું અપહરણ કરી પહેલા તો તેને અજમેર લઈ ગયો. ત્યાં તેની સાથે વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચર્યુ અને અજમેરના જ એક મૌલવીની મદદ લઈ સગીર યુવતીને બળજબરીથી ધર્મપરિવર્તન કરવા પણ મજબુર કરી. ધર્મપરિવર્તન કરાવી વિધર્મી યુવક સગીરા સાથે નિકાહ કરવા માગતો હતો. લગ્ન કરવા માટે સગીરાની ઉમર ઘટતી હોવાથી યુવતીની ખોટી ઉમર દર્શાવી તેના નિકાહ કરાવ્યા હતા.

હાલ સમગ્ર મામલે પોલાસે મૌલાના સહિત બે આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે યુવકના 5 દિવસના અને મૌલવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લવ જેહાદના નેક્સસમાં હજુ વધુ નામો ખુલે તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવી ઘટનાઓ પડોશી દેશ પાકિસ્તાનમાંથી અવારનવાર સામે આવે છે જ્યાં હિંદુ યુવતીઓને બળજબરી ઉઠાવી જઈ તેની મરજી વિરુદ્ધ તેનુ ધર્મપરિવર્તન કરી નાખવામાં આવે છે અને તેના મુસ્લિમ યુવક સાથે તેના નિકાહ કરી દેવામાં આવે છે ત્યાર ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના રાજ્યમાં મહિલા સલામતી સામે મોટા સવાલો ખડા કરે છે.

ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી

 

Published on: Jun 17, 2026 06:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">