Kutch : ભારતીય કિસાન સંધનો મહેસુલ મંત્રીને પત્ર, અનેક પ્રશ્નોને લઈને રૂબરૂ મળવા સમયની માંગ કરી
જેને લીધે ખેડુતો જમીન ખરીદ વેંહચાણ દસ્તાવેજ બનાવે છે ત્યારે નાની મોટી ભુલ કાઢી જમીન શ્રી સરકાર કરી દેવાઇ છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. નવી શરતની જમીનનો સતત 15 વર્ષથી કબ્જો હોવાની સ્થિતીમાં જમીન આપમેળે જુની શરતમાં ફરવાની જોગવાઇ મહેસુલમાં છે પરંતુ એવુ થતુ નથી જેથી તે બાબતે પણ યોગ્ય કાર્યવાહીની માંગ છે.
ગુજરાતમાં(Gujarat)વીજળી,ખાતર,પાણી અને કુદરતી માર ખેડુતો એક સાંધે ત્યા તેર તુટે તેવી સ્થિતી છે. તેમજ ઉપરથી પાકના યોગ્ય ભાવ ન મળવાની સમસ્યા છે. ત્યારે ખેડુત જાય તો જાય ક્યા જો કે આવી અનેક મુશ્કેલી વચ્ચે હવે કચ્છ(Kutch)ભારતીય કિસાન સંધે(Bhartiya Kisan Sangh)મહેસુલી પ્રશ્ર્નો સંદર્ભે રાજ્યના મહેસુલમંત્રીને પત્ર લખી વિવિધ 9 મહેસુલી પ્રશ્ર્નોના નિરાકરણની ખાતરી સાથે પત્ર લખ્યો છે. સાથે તાત્કાલીક પ્રશ્ર્નોના ઉકેલની માંગ સાથે ખેડુતોના પ્રતિનીધી મંડળને રૂબર મળવા માટે સમયની માંગણી પણ કરી છે.કચ્છના ખેડુતોના મહેસુલી પ્રશ્નમાં કચ્છ જીલ્લામાં વારંવાર દુષ્કાળ પડે છે. હાલ 30 ટકા વિસ્તારમાં પિયતની સુવિધા છે. જેથી અગાઉના વર્ષોમા ધણી જગ્યાએ ખેતી થઇ શકી નથી જ્યા શ્રી સરકાર દાખલ થઇ છે. જે તમામ રેગ્યુલર જમીન કરવી ખેતીવાડી વિસ્તારમાં તાજેતરમાં જે માપણી કરાઇ છે તેમાં અધુરાશ અને ભુલો છે જેથી માપણી રદ્દ કરવામા આવે. જેમાં પિતાની હયાતીમાં પુત્રના જમીન હક્ક દાખલ કરવામાં આવે છે જે યોગ્ય નથી. જે સર્વે નબંર પિતાએ વારસદારને આપવો હોય તેના માટે તે હક્કદાર છે જેથી તમામ વારસદારનો આગ્રહ ન રાખવો.
મહેસુલ વિભાગમાં જમીન માપણીના કિસ્સામાં કરાતી કામગીરીમાં ભષ્ટ્રાચારના આક્ષેપ
આ અગાઉ જમીન માપણીમાં ધણા સર્વે નંબરની માપણી બાકી રહી ગઇ હોય ફરીથી માંપણી કરી નકશામા બેસાડવા. તેમજ નિલાસેઢા જ્યા લખવાનુ હોય છે તે નિયમીત લખાતુ નથી જેથી અનેક જમીન શ્રી સરકાર થઇ છે. જેથી નિલાસેઢાની કામગીરી કરવી ખેતરમાં જ્યારે ભેલાણ થાય છે ત્યારે સાબિત થઇ શકતુ નથી. ખેડુતોને માલિકીના સર્વે નંબરમાં પિયત માટે બોર બનાવવા માટે બે ગુંઠા જમીન મંજુર થતી નથી આવા પુરાવાની કોઇ જરૂર રહેતી નથી આ પ્રશ્ર્નનો તાત્કાલીક ઉકેલ લાવવો. કચ્છ જીલ્લામાં રેવન્યુ રેકર્ડમાં અધિકારીઓ દ્રારા જે ભુલ કરાઇ છે.
જેને લીધે ખેડુતો જમીન ખરીદ વેંહચાણ દસ્તાવેજ બનાવે છે ત્યારે નાની મોટી ભુલ કાઢી જમીન શ્રી સરકાર કરી દેવાઇ છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. નવી શરતની જમીનનો સતત 15 વર્ષથી કબ્જો હોવાની સ્થિતીમાં જમીન આપમેળે જુની શરતમાં ફરવાની જોગવાઇ મહેસુલમાં છે પરંતુ એવુ થતુ નથી જેથી તે બાબતે પણ યોગ્ય કાર્યવાહીની માંગ છે.આ ઉપરાંત તો મહેસુલ વિભાગમાં જમીન માપણીના કિસ્સામાં કરાતી કામગીરીમાં ભષ્ટ્રાચારના આક્ષેપ સાથે બે મોટા ભાઇના અલગ જમીન માટેના અલગ સર્વે નંબર માપણી બાદ થતા નથી જમીન માપણી સમયે આવા કિસ્સામા માપણી જ રદ્દ કરી દેવામા આવે છે. જેમાં ભષ્ટ્રાચારની બાબતે તપાસ કરવી
તેમજ ઉપરોક્ત તમામ પ્રશ્ર્નો સંદર્ભે સ્થાનીક તંત્રને અનેકવાર રજુઆતો પછી પણ કોઇ યોગ્ય કાર્યવાહી ન થતા કિસાનસંધે હવે ગાંધીનગર મહેસુલમંત્રીને પત્ર લખી સમય માંગ્યો છે. અને 9 જેટલા પ્રશ્ર્નો બાબતે ખેડુતોને ઝડપી ન્યાય અપાવી પ્રશ્ર્નના ઉકેલની રજુઆત કરી છે. મહેસુલ મંત્રી સાથે સ્થાનીક તંત્ર અને પ્રદેશ કિસાનસંધનુ પણ આ બાબતે લેખીત ધ્યાન દોરાયુ હોવાનુ કચ્છ કિસાનસંધે જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : Surat: પોલીસ કમિશનરે રજૂઆત સાંભળીને એક વૃદ્ધને કરી મદદ, એક કીંમતી બેગ સીસીટીવીના આધારે પરત કરાવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો